________________
( ૩૯૪)
વિશુદ્ધ પરિણામે તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તપ, સાદિ પાંચ પ્રકારની તુલનાએ પેાતાના આત્માની તુલના કરી, પ્રભુની આજ્ઞાથી અનુક્રમે એકલવિહારીપણુ' અંગીકાર કર્યું.
પ્રકરણ ૪૧ મું.
下
અહીં શા માટે આન્મ્યા છુ?
ચડવેગ મુનિએ ચ'પકલતાને ઉદ્દેશીને કહ્યું. ચંપકલતા ! હુ અહીં શા માટે આવ્યે। છું ? આ તારા મનના પ્રશ્નના પ્રત્યુત્તર આપવા યાગ્ય ધારી હું તને કહું છુ કે—અવધિજ્ઞાનથી તને વિમળ પર્વત પર આવેલી જાણી તને પ્રતિષેધ આપવા માટે અહીં મારું આગમન થયું છે.
સિંહલદ્વીપના રાજાએ જ્યારે ચારિત્ર લીધુ તે અવસરે જે પદ્મા ધાવમાતાને મારી ( વસંતસેન ) પાસે મૂકી ગયા હતા, તે પદ્મા ધાવમાતા મરણ પામીતે, આટલેા વખત સંસારમાં પરિભ્રમણ કરી હૅમાં પાટલીપુત્ર નગરના જય રાજાતી જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ ચ’પકલતા નામની પુત્રીપણે તે ઉત્પન્ન થઇ છે, જે તું પોતે જ છે. ચંદ્રની માફક પૂર્ણ કળાવાળી તારા વિવાહ માટે તારા પિતાએ અનેક વરતી ગવેષણા કરી, પણ છેવટે મહુસેન રાજાનું ચિત્રપટ્ટ દેખી તને વિશેષ પ્રેમ ઉત્પન્ન થયેા. તેથી પ્રધાનઢારા તારા પિતાએ, મહુસેન રાજાને તારું પાણિગ્રહણ કરવાનું આમત્રણ કરાવ્યું. તે રાજા તારા પિતાના આમંત્રણને માન આપી, પાંચ વહાણુ લઇને વિવાહ માટે આવતા હતા. રસ્તામાં ની પ્રતિકૂળતાથી વહાણુ ભાંગી