________________
(૩૨)
પામે છે. સમ્યફાદાન નિશ્ચય કરવા માટે મિથ્યાત્વ પણ જાણવું જોઈએ. દેષ જાણ્યા સિવાય ગુણને સંગ્રહ કેવી રીતે કરી શકાય ? લાખો ભ ભમતાં પણ જે દુઃખે મેળવી શકાય તેવું નિર્મળ સમ્યક્ત પામીને કેટલાએક મૂઢ પ્રાણીઓ વ્યંતર, ગ્રહ, ગોત્ર દેવતા અને પિતએ વિગેરેનું તાર્ય, તાર્યક બુદ્ધિથી કે સુખાદિ પ્રાપ્તિની આશાથી, પૂજન વિગેરે કરી સમ્યફવરત્ન હારી જાય છે. પોતાની શક્તિ છતાં શ્રી શ્રમણ સંધને માથે આવેલા દુઃખની ઉપેક્ષા કરવી નહિ. તેમ કરવાથી–ગુણીઓને મદદ કરવામાં શકિત ગાવવાથી-સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અથવા નવીન ગુણ મેળવી શકાતો નથી. જે કુટુંબને માલીક મિથ્યાત્વ અંગીકાર કરે છે યા દુરાચરણમાં પ્રવૃત્તિ કરે છે. તે પોતાની નિશ્રામાં રહેલા પિતાના આખા વંશને સંસાર સમુદ્રમાં ફેકી દેવાનું કરે છે, કારણ કે તેના વંશમાં ઉત્પન્ન થનારા મનુષ્યોનો મોટો ભાગ તેને પગલે પ્રાયે ચાલે છે. અગ્નિ, ઝેર અને સર્પાદિ કર પ્રાણુઓ પણ તેવા દેશે કે તેવું નુકશાન નથી કરતા કે જેવા દે નુકશાન કે દુઃખ, મિથ્યાત્વના આદરવાથી મનુષ્યને અનુભવવાં પડે છે. મિથ્યાત્વથી મૂઢ થયેલા લોકે ચાર ગતિમાં છેદન, ભેળ, તાડન, તર્જનાદિ વિવિધ પ્રકારનાં દુ:ખને અનુભવ કરે છે. આ જ કારણથી સમ્યફવરત્નની શુદ્ધિ માટે, સુમતિમાં પ્રતિકૂળ મિથ્યાત્વને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો.
સમ્યકત્વ મોક્ષનું એક અંગ છે, એક અંગથી સંપૂર્ણ કાર્યસિદ્ધિ થતી નથી, માટે સમ્યક્ત્વ મેળવ્યા પછી સર્વ સંગના ત્યાગરૂપ ચારિત્ર યાને સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. સર્વસંગ–ત્યાગ કરવાથી જ સંપૂર્ણ કર્મને ત્યાગ બની શકે છે. સર્વસંગ-ત્યાગ મહાસત્યવાન છે જ કરી શકે છે.
ચંડવેગ ! તું ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલ છે. મહાસત્યવાન છે. પુન્ય પાપને જાણનાર છે. સંસારના સ્વભાવને તને અનુભવ છે. જાતિસ્મરણશાન તને થએલું છે. પૂર્વ જન્મ સંબંધી સુખ દુઃખને