________________
(૩૬૨)
વિડે નરકમાં જવાય છે. ધર્મધ્યાનવડે દેવલોકની પ્રાપ્તિ અને શુકલ
ધ્યાનવડે નિર્વાણ પ્રાપ્ત થાય છે. આર્તધ્યાનમાં મરણ પામેલ સાગરદત, ભયંકર ભવસમુદ્રમાં અનેક ભ ભમને હે રાજન ! હમણાં તે તમારા પદઅપણે ઉત્પન્ન થયો છે. તેના મિત્ર જિનધર્મને જીવ હું છું. તે અમુક ભવમાં મારો મિત્ર હતો. તેનું આયુષ્ય અત્યારે છે બાળ છે એમ ધારી તેને પ્રતિબોધવાને અવસર જાણી, અહીં મારું આગમન થયું છે. - “જે જિનેશ્વરનું મંદિર કરાવે” ઈત્યાદિ વચનો સાંભળી પૂર્વ ભવના અભ્યાસવાળાં તે વચનાથી તેને જાતિસ્મરણ થયું છે. પૂર્વના ભાનું સ્મરણ થતાં તે ભવવાસથી વિરકત થયો છે. તેને જમ્યકત્વ પરિણમ્યું છે. તત્ત્વનું જ્ઞાન થયું છે. મારા વચનરૂપ અમૃતથી સિંચાચેલો આ અશ્વ આટલો બધે પ્રમોદ પામે છે.
તે મહાપ્રભુનાં વચનો સાંભળી રાજાને ઘણે હર્ષ થશે. અશ્વ પણ તે પ્રભુ પાસે અણુસણ અંગીકાર કર્યું. રાજા પણ પરિવાર સહિત ઘણા હર્ષથી નિરંતર તેને મહેચ્છવ કરવા લાગ્યો.
અશ્વ પણ આત્મભાવમાં સાવધાન થયો, વારંવાર તે મહાપ્રભુનું મુખ જોવા લાગ્યા. ઉ૯લસિત કણપુટથી પ્રભુનાં વચનામૃત સાંભળવા લાગે, ઈત્યાદિ શુભ ભાવમાં અવશેષ પન્નર દિવસનું આયુષ્ય પૂર્ણ કરી પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં તે અશ્વ મરણ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
દેવ થવા પછી તરત જ અવધિજ્ઞાનના પ્રયોગથી તેણે પિતાને અને પછલે ભવ દીઠે. જિનેશ્વરને કરેલે મહાન ઉપગાર સ્મરણ થતાં તે તત્કાળ મહાપ્રભુ પાસે આવ્યો. આવતાં જ નાના પ્રકારના મણિ, રત્ન, કનક, પુષ્પાદિની વૃષ્ટિ કરી તે પ્રભુના ચરણારવિંદમાં નમી પડશે. ભકિતભાવની લાગણીપૂર્વક, વીણા, વેણુ, મૃદંગ વિગેરે દિવ્ય વાજીવડે, ઉત્તમ ગીત, નૃત્ય કરી તે પ્રભુની આ પ્રમાણે