________________
(૩૭૦:
अरुंधती ध्रुवं चैव विष्णो स्त्रीणि पदानिच । क्षीणायुषो न पश्यंति चतुर्थ मात मंडलं ॥१॥ अरुंधती भवे जिह्वा ध्रुवं नाशाग्र मुच्यते । तारा विष्णुपदं प्रोक्तं भ्रवः स्यान्मात मंडलम् ॥२॥
આને ભાવાર્થ ઉપર લખવામાં આવ્યું છે તે જ છે.
દયાદિ પૂર્વોક્ત શાસ્ત્ર અને નિમિત્તોથી પોતાનું આયુષ્ય નજીકમાં જ પૂર્ણ થતું જાણું, રાજકુમારીએ શહેરના લોકોને તેમજ પોતાના પરિવારના મનુષ્યને પિતાને પાસે બોલાવી સર્વ જીવોને ખમાવ્યા. પિતાથી જાણતા કે અજાણતાં કોઈ પણ જીવને દુઃખ થયું , અને પરાધ કર્યો હોય તે સર્વ જીવોની પાસે પિતાના અપરાધની માફી માગી ક્ષમા માગી. મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં અષ્ટાબ્દિકા મહેચ્છવ શરૂ કરાવ્યો. મુનિઓને તથા અનાથોને વિશેષ પ્રકારે દાન આપવાં શરૂ કર્યા. મંદિરમાં આવી, જિનેશ્વરને નમસ્કાર કરી, એકત્વ ભાવનાની પ્રબળતાથી પિતાના આત્માને નિઃસંગ બનાવ્યો. હાથ જોડી મુનિસુવ્રતસ્વામીની. તે આ પ્રમાણે રસ્તુતિ કરવા લાગીહે ત્રિભુવન પ્રદીપ ! સુરેદ્રનતચરણ! ભવજલધિયાનપાત્ર! નિષ્ક રણબંધુ! અનાથનાનાથ ! દેવાધિદેવ! મુનિસુવ્રત સ્વામી! તું જયવાન રહે. જ્યવાન રહે. હે દેવ ! હું તારી આગળ છેલી વિજ્ઞપ્તિ કરું છું. જન્મ, જરા, મરણરૂપ મહાન કલેલોથી ભીષણ, આભવ સમુદ્રમાં ઉત્તમ મનુષ્ય જન્મ મેળવવા તે તારી પ્રસન્નતા કે કૃપાનું જ પરિણામ છે. ઓગણોતેર કોડાકડી સાગરાપમથી અધિક પ્રમાણ મોહનીય કર્મની સ્થિતિ ખપાવીએ ત્યારે જ તારી સેવા કરવાને વખત મળે છે. તે પણ તારી પ્રસન્નતાથી જ હે. નાથ ! જ્યાં સુધી હું નિર્વાણ ન પામું ત્યાં સુધી દરેક જન્મમાં તારૂં દર્શન, તારૂં શ્રદ્ધાન અને તારી આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થવું જ જોઈએ. હે શરણાગતવત્સલ ! નિરંતર તારે મારા હાયમાં નિવાસ કરે જ જોઈએ. તને હૃદયથી એક ક્ષણ પણ ન વિસારુ