________________
(૩૮૩)
કરી પ્રવર્તની સાધીને સંપી. તેમની સાથે વિહાર કરતાં સિદ્ધાંતનું પઠન અને વિવિધ પ્રકારે તષચરણ કરવા લાગી. સમળી વિહાર ઉપરના મહાન ભક્તિરાગથી પ્રાયે તે ભરૂચ્ચ શહેરની આજુબાજુના વિભાગોમાં વિહાર કરતી હતી. કેટલાક વખત પર્યત નિદૉષ ચરિત્રવાળી, વિવિધ પ્રકારના તપ તપી છેવટે તેણે સુદર્શના માર્ગ લીધે અર્થાત અણસણ ગ્રહણ કર્યું, શુભભાવે અણસણ પાળી, સ માધિપૂર્વક કા કરી, ઈસાન દેવલોકમાં સુદર્શન દેવીની પાસે અનેક દેવ, દેવીઓના પરિવારવાળી મહર્ષિક દેવીપણે ઉત્પન્ન થઈ. પૂર્વ સંગતવાળાં તેઓ બને ત્યાં, અવિયેગીપણે દેવસુખને અનુભવ કરવા લાગ્યાં
મોક્ષાથી મનુષ્યોને દેવભૂમિમાં જઈ વસવું તે, લાંબે રસ્તે પંથ કરનાર મનુષ્યને રસ્તે ચાલતાં ધર્મશાળામાં વિશ્રાંતિ લેવા બેસવા બરોબર છે. દેવભવને, કાર્યસિદ્ધિરૂપે તેઓ માનતા નથી. જેને આત્મિક સુખને અનુભવ મેળવો છે સત્ય સુખ જ જોઈએ છે. જન્મ મરણને દૂર કરવાં છે તે મહાનુભાવ, દેવલોકમાં પણ તદ્દત પ્રમાદી, આળસુ કે વિષય સુખના લાલચુ બનતા નથી. તે સુખમાં આસકત થવાથી તેઓને અધ:પાત થાય છે. સમ્યગજ્ઞાન નષ્ટ થાય છે અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ જ કારણથી જાગૃત સ્થિતિવાળી અને સંસાર સુખની વિષમતાના અનુભવવાળી તે બન્ને દેવીઓએ, દેવભવમાં પણ પોતાનું અગ્રગમનવ નું પ્રયાણયથાયોગ્ય ચાલુ જ રાખ્યું હતું. અવિરતિના ઉદયથી અને દેવગતિના સ્વભાવથી તેઓ ત્યાં ચારિત્ર લઈ શકે તેમ તે ન હતું તથાપિ શુભક્રિયાઓ છે, જેનાથી આગામીકળે જે રસ્તામાં પ્રવેશ કરવાને છે તે રસ્તે નિષ્કટક થઈ સુખાળો થાય તે તેઓને સ્વાધીન હતી. એટલે તે રસ્તે તે બન્ને દેવીઓએ તરત જ રવીકારી લીધો હતે. | દેવભવમાં તેઓએ પોતાનો ચાલુ ક્રમ આ પ્રમાણે રાખ્યો હતે. કદાચિત તેઓ સપરિવાર નંદીવરીપે જતા. હતાં જ્યાં અનેક શાશ્વત