________________
(૩૮૨).
માનતી તેની અનુમોદના કરવા લાગી. તેમજ આ જિંદગીની અંદર પિતાની કાંઈપણ અકાર્ય–કે કોઈ જીવને નુકસાન-કે દુઃખી કરવા રૂપ કાંઈપણ પાપ બન્યું હતું તેને યાદ કરી તેને પશ્ચાતાપ કર્યો. અઢાર પાપસ્થાનકને ત્યાગ કર્યો. ટૂંકમાં કહીએ તો જાણતાં કે અજાણતાં બનેલાં પાપને પશ્ચાત્તાપ, નિંદા, ગહ વિગેરે કરી, ફરી ન થાય તે માટે દઢતા કરી, આત્માને સમભાવમાં રથાપિત કર્યો.
આ પ્રમાણે આત્મભાવમાં જાગૃત થયેલી રાજપુત્રી સુદર્શનાએ, ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે અણસણું અંગીકાર કર્યું. ઉનાળાની શરૂઆત તે વખતથીજ થઈ ચૂકી હતી. દુર્જનની માફક સૂર્યનાં કિરણ અધિક તાપ આપતાં હતાં. કુર સ્વભાવના રાજાની માફક સર્યને સ્વભાવ આ વખતે વિશેષ દુઃસહ હતે. ભઠડીના અગ્નિની માફક લુની ગરમ વાળાઓ દુનિયા પર ફેલાતી હતી, છતાં જિનવચનરૂપ શીતળ ગશીર્ષ ચંદનથી સિંચન કરતી સુદર્શના, અણસણને અમૃના પાન સમાન માનતા હતા.
સુદર્શના પર અધિક નેહવાળી, અત્યારે તેની માતાને ઠેકાણે ગણાતી શીળવતી પણ નિરંતર તેની પાસે જ બેસીને મધુર સ્વરે અમૃતની માફક સિદ્ધાંત શ્રવણ કરાવતી હતી. અને વારંવાર આત્મ ભાવમાં તથા ધર્મધ્યાનમાં જાગૃત રહેવાને પ્રેરણ કરતી હતી. સુદર્શના પણ વૃદ્ધિ પામતા સંવેગે પંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતાં વૈશાખ શુકલ પંચમીને દિવસે આ માનવ દેહને ત્યાગ કરી, નિત્ય ઓચ્છવ સરખા ઈશાન દેવલોકમાં, મહર્કિક દેવપણે ઉત્પન્ન થઈ જ્યાં અમર અપ્સરાઓથી ઘેરાયેલી, દેવ, દેવીએ તેની સ્તુનિ કરતી હતી.
સુદર્શના મરણ પછી શીળવતીને ઘણું દુઃખ લાગ્યું. લાંબા વખતના ધાર્મિક સહવાસીના વિયોગે તેનું શરીર બળવા લાગ્યું. રાજવૈભવ અકારા થઈ પડ્યા. એક ઘડી પણ તે સ્થળે રહેવું તે તેને અસહ્ય દુઃખ સમાન લાગતું હતું. શાણું શીલવતીએ તરતજ સર્વ સંગનો ત્યાગ કરી ગુરૂશ્રી પાસે ચરિત્ર ગ્રહણ કર્યું. ગુરૂશ્રીએ દિક્ષિત