________________
(૩૮૪) જનમંદિરો છે ત્યાં જઈ અષ્ટાબ્લિકા મહેચ્છવ કરતાં હતાં. કોઈ વખત વિદેહ ભૂમિમાં વિચરતા શ્રીમાન સીમંધરસ્વામી પાસે ધર્મદેશને સાં. ભળવા જતાં હતાં. કોઈ વખત તીર્થકરોનાં જન્મ કલ્યાણિક, કેવળ જ્ઞાનકલ્યાણિક કે નિર્વાણુકલ્યાણિક વિગેરે સ્થળે જતાં હતાં. અને ભરૂચમાં તે અનેક વખત સમળીવિહારમાં મુનિસુવ્રતસ્વામીને વંદના કરવા આવતાં હતાં. ત્યાં આવી સર્વ ઋદ્ધિથી ભરપૂર, કલ્પવૃક્ષાદિકનાં ઉત્તમ પુષ્પની ભાલાદિકથી જિનેવરની પૂજા કરી, ભકિતભાવથી નૃત્ય કરતા, મધુર અને મનહર શબ્દ વડે ગાયન-સ્તુતિ પૂર્વક ગુણગ્રામ કરતાં હતાં. ઇત્યાદિ દેવ, ગુરુનું પૂજન, ભકિત, ધર્મશ્રવણ અને પરેપકારાદિ કર્તવ્યમાં તત્પર થયેલી અને દેવીઓ આનંદમાં દિવસે પસાર કરતી હતી.
પ્રકરણ ૪૦ મું.
- - - આપનું આગમન આંહી કયાંથી થયું છે !
સુદર્શનાની કથા ઘણું લાંબી લંબાયેલી હવાથી ચાલતે પ્રસંગ ભૂલાઈ ન જવાય તે માટે આડી ફરી સ્મૃતિમાં લાવવામાં આવે છે. ધનપાળ પોતાનાં પત્ની આગળ આ વૃત્તાંત કહે છે. કિન્નરીએ ગિરનાર પહાડ ઉપર આ સર્વ પ્રબંબ ધનપાળને સંભળાવ્યો છે. વિમળાપર્વત ઉપર ચંડવેગ વિMાધર મુનિ, ચંપકલતાની આગળ આ સર્વ વૃત્તાંત કહે છે. ચંપકલતા અને ચંપકલતા ઉપર મેહિત થયેલે મહસેન રાજા, લતાના અંતને (પછવાડે છુપાઈ) રહીને આ સર્વ વૃત્તાંત સાંભળે છે.
આ મંદિર આ પર્વત પર કોણે અને કેવા પ્રસંગમાં બંધાવ્યું.” આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સુદર્શન અને શીળવતીનું જીવનચરિત્ર કહેવા