________________
(૩૬૪)
ચરણે જે ભૂમિ ઉપર સ્થાપન થયેલા હોય અથવા સ્થાપન કરવામાં આવ્યાં હોય તે ભૂમિ પણ વિચારવાનેને ઉત્તમ પ્રવૃત્તિમાં નિમિત્તભૂત -ચાય છે. આ જ કારણથી ભરત રાજાએ અષ્ટાપદ અને શત્રુંજયાદિ પર્વતો પર જિનમંદિર બંધાવ્યાં હતાં. જિનભૂવન, બિંબ પૂજા, યાત્રા, બલી અને સ્નાત્ર મહેચ્છવાદિક, તે ભાવાસ્તવનું કારણ છે. સૌમ્ય, -શાંત, વીતરાગ મુદ્રાસુચક જિનબિંબને દેખતાં અધમ છો પણ વિચારદષ્ટિએ બેલિબીજ પામે છે. સુદર્શના! વૈતાઢય પહાડ પર જિનમુદ્રાના દર્શન અને પૂજનથી તે પોતે પણ બેધિબીજ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે પરલેકના સાધનભૂત કર્તવ્યોને ઉપદેશ સંક્ષેપમાં મેં તને કહી સંભળાવ્યો છે. હવે છેલ્લો ઉપદેશ જિનભુવન અને બિંબપૂજન વિધિને તને સંભળાવું છું, તેનું શ્રવણ કર.
– એ – પ્રકરણ ૩૭ મુ.
જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ.
આ આઠ ગુણ સહિત જેમ મનુષ્ય હેય તેમને જિનભુવન અને જિનબિંબ બનાવવાનો અધિકાર છે. જાતિવાન ૧, કુલવાન. ૨, દ્રવ્યવાન. ૩, ગુરૂનો વિનય કરનાર. ૪, સ્વજનોને માનનીય. ૫, ભક્તિવાન. ૬, રાગાદિ દોષોને ત્યાગ કરનાર. ૭ અને ઉદારદીલ, ઉદારતાવાન ૮-આ
ઓઠ ગુણમાંથી કદાચ મધ્યમ ગુણવ ન હોય તે પણ કદાચિત ચાલી શકે. પણ જઘન્ય ગુણવાળા મનુષ્યો પ્રતિમાજી કે મંદિર બંધાવવાને લાયક યા યોગ્ય નથી કેમકે તેથી તે પ્રતિમાજી કે મંદિર ઉપર બીજા મનુષ્યો
ને આદરભાવ થતો નથી. એટશે અનાદરણીયતાદિ અનેક દોષ ઉત્પન્ન - સવા સંભવ છે.