________________
(૩૬૮)
ગર)ની દ્રવ્ય અર્પણરૂપ દ્રવ્યપૂજા કરી. વિનયથી તે કારીગરોને રાજકુમારીએ અભ્યર્થના કરી કે-આ મારી લક્ષ્મી તારે સ્વાધીન કરું છું. તારી ઉત્તમ કારીગરીને અને તારા ઉત્તમ ડહાપણને ઉપયોગ કરી તારે એવું સુંદર જિનમંદિર બાંધવું, બનાવવું કે તેને દેખીને દેવો પણ તેના ગુણકીર્તન કરવામાં તત્પર થાય. જન વિધિમાં નિપુણ આ રીષભદત શ્રાવક તને સહાયક તરીકે સંપું છું કેમકે સહાયક સિવાય સમિહિત કાર્ય થતું નથી.
શ્રેણી રીષભદાને સુદર્શનાએ જણાવ્યું. ભદ્ર! તમે જૈનધર્મમાં નિપુણ છે, તો પણ અંતઃકરણની લાગણીથી ફરીને હું તમને કહું છું કે જે પ્રમાણે જે વિધિએ ગુરૂશ્રીએ જિનમંદિર બંધાવવાનું કહ્યું હતું તે જ વિધિ પ્રમાણે યતનાપૂર્વક આ મંદિર બંધાવજે. તેમાં જરા પણ ફેરફાર ન થાય. તેને માટે જોઈતા દ્રવ્યની આપણી પાસે કાંઇ ઓછાશ નથી.
રીષભદત્તે તથા સૂત્રધારે વિનયપૂર્વક તેનાં વચને અંગીકાર કર્યા.
સુદર્શનાની આદેશ મળતાં જ રીષભદત્ત કારીગરોને સાથે લઇ સમવસરણની ભૂમિ તરફ ગયો. મંદિર બંધાવવાની ભૂમિને નિર્ણય કરી, નિમિત્ત અને પરીક્ષાપૂર્વક, ઉત્તમ યુદ્ધ શુદ્ધ ભૂમિ ઉપર સૂત્રધારે જિનમંદિરને પ્રારંભ કર્યો.
જિનમંદિર બાંધવાની શરૂઆત થઈ તે દિવસથી સુદર્શનાએ ત્યાં રહેલા જિનમંદિરમાં વિશેષ પ્રકારે સ્નાત્ર, પૂજા વિગેરે મંગલિક કર્તવ્ય કરવા-કરાવવાં શરૂ કર્યા. દીન દુખીયાં જીવોને દાન આપવા માંડયું. સંધની પૂજા કરવા માંડી. વ્યાધિથી વિધુર મનુષ્યોને ઔષધ આપવા માંડ્યા. પિતાનો માલીકીવાળાં ગામોમાં અમારા પડહ વગડાવ્યો અને ધર્માથી યોગ્ય જીવોને જોઈતી મદદ આપવી શરૂ કરી.
કારીગરોને વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજન, બળ, પુષ્પ અને વસ્ત્રાદિ આપવા લાગી અને તેના ઉત્સાહમાં વધારે થાય તે માટે