________________
(૩૭૪),
થયું છે. તે જોઈને હું સંસારવાસથી વિરકત બની છું. મારા પૂજ્ય પિતાની આજ્ઞા લઈને મારા પૂર્વ જન્મના નિવાસવાળા ભરૂચ શહેર. માં આવીને આ જિનાયતન-જિનમંદિર મેં બંધાવ્યું છે.
શ્રીમાન લાદેશાધિપતિ સમુદ્રના કિનારા પર્યત અને નર્મદા નદીના તટઉપર જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. તેના કલ્યાણકારી વિજયવાન રાજ્યમાં મેં આ મંદિર બંધાવ્યું છે. તે રાજાએ જ મને
સ્વધર્મ જાણીને એક દિવસમાં અશ્વ અને હાથી જેટલી જમીન ઉપર દોડી જઈ શકે તેટલી જમીન બક્ષીશ તરીકે આપી છે. તે પ્રામાદિકનો ઉપયોગ હું આ પ્રમાણે કરું છું.
શ્રીમાન મુનિસુવ્રતસ્વામી અધિણિત આ શકુનિકાવિહારના નિભાવ અને રક્ષણ અર્થે, તેમજ મારાં બનાવેલાં દરેક દેશનશાળાદિ ખાતાઓના નિભાવ અને રક્ષણાર્થે આઠસો ગ્રામ, આઠ બંદર અને આઠ કિલાવાળા ગામની ઉપજ હું સંપું છું. તેની મર્યાદા પૂર્વ દિશા તરફ ધોટ કગંધપુર પર્યત છે. અને દક્ષિણ દિશા તરફ હસ્તીયુડપુર સુધી છે. આ સર્વે હું અર્પણ કરી દઉં છું. તે પ્રમાણે પાલન કરજે
પર અનેક રાજાઓ થઈ ગયા છે અને હજી પણ થશે. આ પૃથ્વી કોઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી. આ ધરાધીશપણું લક્ષ્મી અને જીવિતવ્ય સર્વ ચપળ છે. કીર્તિ અમર છે. આ અસાર શરીરથી પરોપકાર કરવો તે જ શ્રેષ્ઠ છે.
આ પ્રમાણે ભકિતથી બનાવેલા શકુનિકાવિહારમાં સુદર્શનાએ શિલાલેખ બનાવરાવી તે મંદિરમાં પથ્થર ઉપર મજબૂત બેસાડવામાં આવ્યું. | (છેવટે લખવામાં આવ્યું કે, જિનધર્મી મહારાજાઓ જ્યાં સુધી આ પૃથ્વીનો ઉપભોગ કરે તે પૃથ્વી પર રાજ્ય કરે) ત્યાં સુધી સંસારનો ઉચછેદ કરનાર અર્થાત સંસારને પાર પમાડનાર આ તીર્થ વિજયમાન રહે.