________________
(૩૬૭)
વિશાળ મજાની ભકિત હતા. જિનભક્તિ આ
રહ્યો. “હું ભરૂચ જઈશ. અને ત્યાં એક સુંદર જિનમંદિર બંધાવીશ” એવી પિતાની પ્રથમ જ ભાવના હતી. તેમાં ગુરૂશ્રીના ઉપદેશનું પોષણ મળ્યું. સમવસરણની ભૂમિ ઉપર ગુરૂશ્રીએ કહેલી વિધિપૂર્વક એક ' વિશાળ મંદિર બંધાવવું, એ પિતાનો વિચાર નક્કી કરી, ગુરૂશ્રીને નમસ્કાર કરી, સુદર્શન, શીળવતી વિગેરે ત્યાંથી ઉઠયા. રસ્તામાં ગુરૂશ્રીના ઉપદેશનું મનન કરતાં તેઓ જિતશત્રુ રાજાએ આપેલા મહેલમાં આવ્યાં. ભજનાદિ કરી, ધર્મધ્યાન કરવાપૂર્વક આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા. ગુરૂશ્રી પણ પિતાને કહ૫ (ભાસકપ વિહાર મર્યાદા ) પૂર્ણ થતાં અન્ય સ્થળે વિહાર કરી ગયા.
પ્રકરણ ૩૮ મું.
સમળીવિહાર અને આજ્ઞાપત્ર.
રાજકુમારીના હૃદયમાં ગુરૂશ્રીને ઉપદેશ રમણ કરી રહ્યો હતો. ધર્મગુરુનો અપૂર્વ ઉપગાર કઈ પણ ભવમાં તેનાથી ભૂલાય તેમ ન હતો. સમળી જેવા તિર્યંચના ભવમાંથી રાજકુમારી જેવા મનુષ્ય ભવમાં આવવાનું કોઇપણ ઉત્તમ નિમિત્ત હોય તે તે કૃપાળુ ગુરૂશ્રી જ હતા. સુદર્શનાએ આ આખી માનવ જિંદગી જ ધર્મ પાછળ અર્પણ કરી હતી તો ક્ષણભંગુર દ્રવ્યની અપેક્ષા તેને કયાંથી હોય? ગુરૂશ્રીને ઉપદેશ મસ્તક પર ચડાવી શુભ દિવસે જિનમંદિર બાંધવાને તેણે નિશ્ચય કર્યો.
શુભ દિવસે શ્રીસંઘને પિતાને ત્યાં બોલાવી, આદરસત્કાર કરવારૂપ તેમનું પૂજન કર્યું. શહેરના લોકોને સત્કાર કર્યો. સૂત્રધાર(કારી