________________
(૩૭૧)
ખાધ, બલી, પુષ્પ, ફળ, અક્ષત અને જવઆદિ પ્રતિષ્ઠાપન વિધિમાં ઉપયોગી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી હતી. તેમજ સર્વ ઓષધ્યાદિ વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યો હતો.
પ્રતિષ્ટાપન મહેચ્છવ પ્રસંગે શુદ્ધ જાતિ કુળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મચારી સંપૂર્ણ અંગવાળા અને વેત વસ્ત્ર ધારણ કરવાવાળા જિનદર્શનમાં કુશળ ઉત્તમ બત્રીશ શ્રાવકોને ઇદ્ર બનાવવામાં આવ્યા હતા. ઉત્તમ શણગારવાળી કુલીન સુવાસણ આઠ સ્ત્રીઓના મસ્તક ઉપર સુવર્ણ કલશ સ્થાપન કરી મંગલિક શબ્દો બોલતી ઊભી રાખવામાં આવી હતી.
સ્તુતિપ્રદાન (સ્તુતિ કરવી) મંત્રન્યાસ જિનાદિનું આવાહન દિગબંધન નેaઉન્સીલન ( અંજન સલાકા) અને દેશના. આ
અધિકાર ગુરુવર્ગને છે તે પ્રમાણે ઉત્તમ લગ્ન આવતાં જ ગુરુશ્રીએ પિતાનું કાર્ય શરૂ કર્યું.
આ પ્રતિષ્ઠાના અવસરે ગાંધર્વો મધુર સ્વરે જિન ગુણનું ગાન કરી રહ્યા હતા. વિવિધ પ્રકારનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં. સુરવધુની માફક સુંદર રમણીઓ નુત્ય કરી રહી હતી. જય જય શબ્દોને ગંભીર ઘોષ થઈ રહ્યો હતો અનેક પ્રકારે દાન અપાતું હતું. આવા મહાન મોહેવપૂર્વક રાજકુમારી સુદર્શનાએ સદગુરુ પાસે મુનિસુવ્રત સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ટનું કાર્ય પૂર્ણ થતાં, વિધિપૂર્વક સ્નાન કરી સુદર્શનાએ મુનિસુવ્રતસ્વામીની પુષ્પ, આભરણ, વસ્ત્ર, બળી (નૈવેદ) અને સ્તુતિ આદિ પાંચ પ્રકારે પૂજા કરી. સુગંધી બાવનાચંદન, કેશર, કસ્તુરી એ આદિના દવે (રસે) કરી તે પ્રભુના શરીરે વિલેપન કર્યું. રાજપુત્રી એ ઈદ્રનીલ, વૈદુર્ય અને ભક્ત રત્નની માફક નીલે, ઉજવળ, ચંદ્રની માફક દીપતિ સુંદર મુગટ મુનિસુવ્રતસ્વામીના મસ્તક પર ચડાવ્યો. અંધકારને દૂર કરનાર વિવિધ પ્રકારના રત્નોના કિરણવાળું તિલક ભગવાનના ભાળથળ પર સ્થાપિત કર્યું. મેરુપર્વતના પૂર્વ, પશ્ચિમ ભાગ પર રહેલા ચંદ્ર સૂર્યની માફક