________________
(૩૬૯) તેમના એગ્ય કાર્યની પ્રશંસા કરી શાસ્ત્રમાં કહ્યું છે કે –
धम्मकज्जे निबद्ध मुल्लस्सतहवि विसेसेण ॥ .. अहिययरं दायव्वं जेण पसंसेइ सम्वोवि ॥१॥
ધમકાર્યમાં, કામ કરનારાઓને જે મૂલ્ય આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હોય તે મૂલ્યથી પણ વિશેષ પ્રકારે વધારે ધન તેઓને આપવું. તેમ કરવાથી તેઓ સર્વે પણ અથવા અન્ય સર્વ મનુષ્ય તે કાર્યની પ્રશંસા કરે.
ધર્મની પ્રશંસા કરાવવી તે પણ એક જાતનો ધર્મ છે યાધર્મનું કારણ છે. પ્રશંસા ધર્મ કોઈએ કયારે પણ કોઈ પ્રકારે દૂષિત ન કરો. જ્યાં આવી ભાવદયા છે ત્યાં શાશ્વત સુખ રહેલું છે.
આ પ્રમાણે અનેક કારીગરોથી તૈયાર થતું મંદિર-મહાન ઊંચા શિખરે સહિત છ માસમાં તૈયાર થયું. આ મંદિરનાં તળીયાને ભાગ સ્ફટિકની શિલ્લાઓથી બાંધવામાં આવ્યો હતો. રાજકુમારીના સભ્ય ફત્વની માફક તે તળિયાંને ભાગ મજબૂત અને થિર હતો. તે તળી. યાંની જમીન એક ગાઉ જેટલા વિસ્તારમાં રોકવામાં તથા બાંધવામાં આવી હતી, તે મંદિર સાત મજલાનું બાંધવામાં આવ્યું હતું. મંદિરની ચારે બાજુ ફરતો કિલ્લો બાંધી લેવામાં આવ્યો હતો, આ કિલ્લામાં સ્ફટિકની શિલ્લા નાખવામાં આવી હતી. ઉત્તરના સન્મુખ સુવર્ણનું તોરણ કરવામાં આવ્યું હતું. સોનાના પાટા (ચીપ) અને મણિ રત્ન જડેલાં તે મંદિરનાં દ્વાર બનાવવામાં આવ્યાં હતાં. તે દ્વારા લોઢાની મજબુત અલાએ(ભોગળો)થી સંયમિત કરવામાં આવ્યાં હતાં મંદિરના પગથીઓમાં પણ સુવર્ણ, મણિ અને રને જવામાં આવ્યાં હતાં. રત્નજડિત સુવર્ણમય સંખ્યાબંધ સ્થંભે તે મંદિર ટકાવવા માટે મૂકવામાં આવ્યા હતા. રૂ૫, સૌભાગ્યના ગર્વને ધારણ કરતી સાલબંકાઓ (પૂત્તલી) તે સ્થંભ ઉપર ૨૪