________________
(૩૫૯)
લૌકિક શક્તિ યા અતિશયના માહાસ્યથી આજુબાજુ એક યોજના જેટલા વિસ્તારમાં રહેલા જીવો સાંભળી શકે છે. પશુઓ પણ પિતપિતાની ભાષામાં તીર્થકરના કહેવા આશય સમજી શકે છે.” - જિનમંદિર બનાવવાથી અન્ય જન્મમાં ધર્મપ્રાપ્તિ સુલભતાથી થાય છે” તીર્થકર મુખથી નીકળેલું આ વચન સાંભળતાં જ તે અશ્વ (ઘડો) ઇહાપોહ-વિચારણા કરવા લાગ્યો. વિચારણાની તીક્ષણ પ્રણલિકામાં તેને જાતિસ્મરણું જ્ઞાન થયું. જાતિસ્મરણ થતાં જ તેનાં અવયવ-શરીરને ભાગ હર્ષથી ઉલ્લાસ પામ્યા. નેત્રે વિકસિત થયાં. તે પિતાનો હર્ષ બીજાને જગુવતો હેય તેમ ખુરના અગ્રભાગથી વારંવાર જમીન ખણતા. ગંભીર સ્વરે હેકારવ કરવા લાગ્યો. તીર્થકર પાસેની ભૂમિકા મનુષ્યાદિથી સંકુલ (વ્યાખ) હતી, તથાપિ તે અશ્વ નિઃશંક અને નિર્ભયપણે મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યો. ત્રણ પ્રદ ક્ષિણ કરી વારંવાર નમસ્કાર કરવા લાગ્યા.
આ પ્રમાણે અશ્વને હર્ષ અને તેની ક્રિયા-પ્રવૃત્તિ દેખી જિતશત્રુ રાજા હર્ષ, વિસ્મયથી તે મહાપ્રભુને નમસ્કાર કરી પૂછવા લાગ્યો. .
હે પ્રભુ! તીર્થંકરના વયથી તિર્યચે બેધ પામે તે વિષે મને કાંઈ આશ્ચર્ય થતું નથી, પણ આ અશ્વને આટલો બધો હર્ષ થાય છે એ જ મને આશ્ચર્ય થાય છે. આપ તેના હર્ષનું કારણ અમોને જણાવશે. | મુનિસુવ્રતસ્વામીએ કહ્યું. રાજન ! આ અશ્વનો હર્ષ, સકારણ છે. તે હું સંભળાવું છું.
આ ભારતવર્ષમાં પદ્મનીખંડ નામનું પ્રસિદ્ધ શહેર હતું. તેમાં જિનધર્મમાં કુશળ જિન ધર્મ નામને શ્રેષ્ઠી રહેતા હતે. - તે જ શહેરમાં વિખ્યાતિ પામેલો સાગરદત્ત નામને અનેક કુટુંબનો માલિક ધનાઢય રહેતો હતે. સાગરદતમાં દક્ષિણ્યતા અને દયાળુતાના ગુણો વિશેષ દેખવામાં આવતા હતા. જિનધર્મની સાથે