________________
(૩૪૯),
મુખ વિકૃતિવાળું-વિરૂપ લાગતું હતું. નેત્રમાંથી પાણી અને પીહ વહન થતા હતા. મૂત્રથી તેનું શરીર લેપાયેલું હતું. અનિચ્છાએ પણ ગુદાદ્વારથી છાણ નીકળી જતું હતું, જમીન ઉપર તે પગ તડફડાવતે હતો. શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું હતું. શ્વાસ મુખમાંથી ઉછળતો હતા. શરીર તૂટતું હતું. દાંત પડી ગયા હતા અને હોઠ લટકતા હતા. આવી સ્થિતિવાળા બળદને દેખી પંકજમુખ વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યો. ' અરે ! આ બળદનું બલ કયાં ગયું ? તેનું રૂપ, તેનું લાવણય, તેને ઘેર ગરવા વિગેરે નાશ પામ્યાં ? હા ! હા! કેવી ક્ષણભંગુરતા ? દરેક દેહધારીની આવી સ્થિતિ થવાની જ. આવી સ્થિતિ ન થાય તે પહેલાં દરેક મનુષ્યોએ જાગૃત થવું જ જોઈએ. તે વાત પછી, પણ આ બળદ અત્યારે મરવા પડે છે, તે મરણ ન પામે તે પહેલાં હું તેને કોઈ પણ ઉપકાર કરૂં, ઇત્યાદિ વિચાર કરતો તે બુદ્ધિમાન તરત જ અશ્વ પરથી નીચે ઉતર્યો. કઠગત પ્રાણવાળા તે બળદના કાન પાસે મુખ રાખી મધુર સ્વરે શુદ્ધ વર્ણવાળા નમસ્કાર મંત્રનો ઉચ્ચાર કરવા લાગ્યા. જ્યાં સુધી બળદના શરીરમાં જીવ હતો ત્યાં સુધી તે તેને નમસ્કારમંત્ર સંભળાવતે જ રહ્યો. શાંત પણે તે સાંભળતાં, અશુભ ધ્યાનથી તે બાળકનું મન દૂર રહ્યું. અમૃતની માફક તેના મધુર શબ્દોનું કશુંજલીથી પાન કરતો હોય તેમ તે જણાત હતા, સમગ્ર શ્રુતજ્ઞાનના સારભૂત નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં તે બળદ, મરણ પામે. શુભ સ્થાને તે જ શહેરના સમચ્છદ રાજાની શ્રીમતી રાણની કુક્ષીએ તે બળદનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો.
રાણુને વૃષભનું સ્વપ્ન આવ્યું. અનેક ઉત્તમ દોહદે ઉત્પન્ન થયા. છેવટે રાજ, રાણીના ઉત્તમ મનોરથો વચ્ચે પુત્રને જન્મ થશે. મોટા મહેચ્છવપૂર્વક જન્મોત્સવ થયો. સ્વપ્નાનુસાર તેનું વૃષભધ્વજ નામ સ્થાપન કરવામાં આવ્યું. ધાવમાતાઓથી પાલન કરાતો શરદઋતુના ચંદ્રની માફક નવીન રૂપ, લાવણ્ય, કાંતિએ વૃદ્ધિ પામવા લાગ્યો.