________________
(૩૫૮)
આત્મધ્યાનમાં નિમગ્ન રહી, ઘાતિકને નાશ કર્યો. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે મહાપ્રભુ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં અનેક જીવોને ધર્મના માર્ગમાં ચાલનારા પથિક બનાવ્યા.
એ અવસરે પિતાને પૂર્વ ભવને મિત્ર, ભરૂઅચ્ચ શહેરમાં અશ્વપણે ઉત્પન્ન થયેલો દિવ્ય જ્ઞાનથી તેમના દેખવામાં આવ્યા. તેનું આયુષ્ય અલ્પ જાણી, તેને પ્રતિબંધવાનો સમય નિકટ જણાતાં તે કૃપાળુ દેવ એક રાત્રીમાં સાઠ જન ચાલી ભરૂચમાં આવ્યા. દેએ સમવસરણ બનાવ્યું. મળેલી પર્ષદાની આગળ, સમવસરણમાં બેસી તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી.
આ અવસરે તે પ્રભુથી પ્રતિબોધ પામેલા ત્રીસ હજાર સાધુઓ અને પચાસ હજાર સાધ્વીઓ તેમના શિષ્યવર્ગમાં હતા.
મુનિસુવ્રતસ્વામી તીર્થકરને સમવસરેલા (આવ્યા) જાણું તે શહેરને જીતશત્રુરાજા, પ્રભુને વંદન કરવા નિમિત્તે તે જ અશ્વ ઉપર બેસીને ( જેને પ્રતિબંધ આપવાં તે પ્રભુ પધાર્યા છે તે જ અશ્વ ઉપર બેસીને આવ્યા. અશ્વથી ઉતરી, સચિત વસ્તુ-ત્યાગાદિ વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, ભક્તિપૂર્વક વંદન કરી, ઉચિત સ્થળે ધર્મશ્રવણ કરવા નિમિત્તે રાજા બેઠા.
એ અવસરે ચાલતા ધર્મોપદેશમાં તે મહાપ્રભુએ જણાવ્યું કેजो कारिजइ जिणहरं जिणाणं जियरागदोसमोहाणं ॥ सो पावेइ अन्न मवे सुलहं धम्मवररायणं ।। १ ॥ .
રાગ, દ્વેષ, મોહને વિજય કરનાર જિનેશ્વરનું જે મનુષ્ય જિનગૃહ (મંદિર) કરાવે છે. તે અન્ય જન્મમાં ઘણું સુલભતાથી ઉત્તમ ધર્મરત્ન પામે છે
“તીર્થંકરની દેશનાશક્તિનું સામર્થ્ય અદ્દભુત હોય છે. તે અને