________________
. (૩૫૦) - કુમારની આઠ વર્ષની ઉમર થતાં, રાજાએ વિદ્યા, કળા વિગેરેનું પઠન કરાવવું શરૂ કરાવ્યું. પુન્યોદયથી થોડા વખતમાં સમગ્ર કળાને પારગામી થે. અનુક્રમે તરૂણુઓના નેત્રરૂપ ભ્રમરને કૈરવ તુલ્ય લાવશ્યતાની લક્ષ્મીવાળું યૌવનવય પામ્યો. એક દિવસે અનેક પુરૂષને સાથે લઈ રાજકુમાર અશ્વારૂઢ થઈ નંદનવન તરફ ફરવા નીકળ્યો. વનમાં સ્વેચ્છાએ આમતેમ ફરતાં અને ક્રીડા કરતાં જે સ્થળે પેલો જીર્ણ વૃષભ રહેતું હતું, તે સ્થળે રાજકુમાર આવ્યો. તે સ્થળ ઘણા વખતનું પરિચિત હોય તેમ લાગવા થી તે ચિંતવવા લાગે કે આ પ્રદેશ કઈ પણ વખત મારો જોયેલો હોય તેમ મને લાગે છે. ઈહાહવિચારણા કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું.
આ ઠેકાણે હું રહેતો હતો. આ ઠેકાણે પાણી પીતો હતો. આ સ્થળે ખાતે. આ સ્થળે સુતો. આ ઠેકાણે હું ફરતો હતો. આ સર્વ મારું ચરિત્ર અને સાંભરે છે. પણ મારા પરમ બંધાવતુલ્ય, મરણઅવસરે જેણે મને નમસ્કારમંત્ર સંભળાવ્યું હતું તે કેમ યાદ નથી આવતો ! જેના પ્રભાવથી જન્મભરમાં કાંઈ પણ સુકૃતને લેશ પણ નહિં કરનાર હું, જેમ શેર (દરિદ્ર પુરૂષ) નિધાન પામે તેમ આ રાજ્યલક્ષ્મી પામ્યો છું. તે મારે પરમ ઉપગારી, મારે પરમ ગુરૂ કોણ હતો ? તે માટે સર્વથા પૂજવા યોગ્ય છે. માનવા યોગ્ય છે. તેના જાણ્યા સિવાય, તેનું પૂજન કર્યા સિવાય હું કેવી રીતે અણુરહિત થઈ શકીશ ( દેવામાંથી છૂટીશ ?)
અહા ! તે જ ઉત્તમ પુરૂષો છે કે વગર પ્રજને અને વિના ઉપગાર કર્યો જે ઉપગાર કરે છે. ઉગાર કર્યા છતાં પણ ઉપગારી
ના બદલામાં જે પ્રત્યુપકાર કરતા નથી તેવા મારા જેવાની શી ગતિ થશે ?
કોઈ પણ પ્રકારે પૂર્વજન્મના મારા ગુરુને ઓળખીને આ રાજ્યલક્ષ્મી તેને આપું તો જ મારા મનને શાંતિ થાય. આ પ્રમાણે વિચાર કરતા રાજકુમાર પિતાનું મંદિર આવ્યો અને પિતાના પિતાને