________________
(૩૫૫)
રત્નત્રયનું આરાધન કરનાર યા કરવા ઈચ્છા કરનાર જીએ ગુણાનુરાગી થવું. ગુણ જોવાની ટેવ કે ગુણ લેવાની ટેવ પાડવી. જે ગુણ મેળવવાની ઈચ્છા હોય તે ગુણને ધારણ કરવાવાળા મહાપુરૂષોની સેવા કરવી. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમનું બહુમાન કરવું. ત્યાગી વર્ગને દાન આપવું. તેમના સહવાસમાં-બતમાં આવવું. ગુણ અને ગુણીઓનું સ્મરણ કરવું. આ પ્રમાણે તેમાં તન્મયતા-તત્વપરાયણ થતાં તે જ ગુણવાન પોતે થઈ શકાય છે.
તીર્થનું મૂળ મુનિઓ છે. તેઓને અશન-પાન-વસ્ત્રાદિ આપતાં ચારિત્ર પાળવામાં કે શરીર ટકાવી રાખવામાં અવર્ણભ(આધાર)ભૂત થવાય છે. તેઓ જ્ઞાન-ધ્યાનમાં વધારો કરે છે. અન્યને ઉપદેશ આપે છે. આવી રીતે તીર્થની ઉન્નતિ કરે છે. તેમને આપેલું દાન તીર્થ ઉન્નતિમાં કારણભૂત છે. કેવળ જ્ઞાનીઓના વિરહ કાળમાં પરમ ઉપગાર કરનાર મુનિઓ છે, આ ક્ષેત્રમાં ધર્મની ધુરા તેઓએ ટકાવી રાખી છે. ધર્મનું રક્ષણ તેઓએ જ કર્યું છે. વિષમ કાળમાં શુભગતિનો માર્ગ તેઓને આધારે જ ખુલ્લો રહેલો છે.
ચરમ તીર્થંકર મહાવીર દેવે પણ, પાછલા ભવમાં-મુનિઓને દાન આપવાથી અને તેમની પાસેથી ધર્મ શ્રવણ કરવાથી જ સમક્તિ પ્રાપ્ત કર્યું હતું.
મહાનુભાવો ! ધર્મનાં ચાર અંગ મેળવવાં ઘણું મુશ્કેલ છે. મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, ધર્મશ્રદ્ધાન અને તે પ્રમાણે ઉત્તમ વર્તન. આ દુર્લભ અંગે પણ પ્રયત્નથી સુલભ યાને સુસિદ્ધ થઈ શકે છે. ચુલ્લગ, પાસાં વિગેરે દશ દષ્ટાંતે દુર્લભ માનવ જિંદગી પામીને, સુત કરી તેને અવશ્ય સફળ કરવી જોઈએ. - સુદર્શના ! નલીની પત્ર પર રહેલા જલબિંદુની માફક, જ્યાં સુધી આ જીવિતવ્ય ઊડી ગયું નથી, કરીકર્ણની માફક ચંચળ લક્ષ્મી ચપળતા પામી નથી અને ગિરિ-સરિતાના ચપળ પ્રવાહની