________________
(૩૪૦ )
નાંખતા હતા. એક દિવસે તે શ્રીગૃહમાં મણિમાલીએ પ્રવેશ કર્યાં. અજગરે તેને દીઠો. દેખતાં જ તે અજગર સ્તબ્ધ થઇ ગયેા. પૂર્વભવના પુત્રને દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. શાંત વૃષ્ટિ કરી પુત્ર તરફ સ્નેહાળ દૃષ્ટિથી તે અજગર ક્રૅખવા લાગ્યા.
અજગરની આવી સ્થિતિ દેખી મણિમાલી વિચારવા લાગ્યા. નિશ્ચે આ અજગર અમારે પૂર્વ જન્મને કોઇ સ્નેહી મરીને ઉત્પન્ન થયેા છે. એ અવસરે કોઈ અતિશય જ્ઞાની મુનિ ત્યાં આવ્યાં. તેમતે પૂછી પોતાના સંશય દૂર કર્યાં. સ` તે જ પેાતાના પિતા છે. એમ જાણી પિતૃવત્સલતાથી ગુરૂશ્રીના કહેવા મુજબ તેને ધમ સભળાવ્યેા. તે અજગર અણુસણુ વિધિએ મરણ પામો. સ્વ માં દેવપણે ઉત્પન્ન થયા. તે ધ્રુવે સ્વર્ગમાંથી અહી આવી મણિમાલીને એક સુંદર હાર આપ્યા. વ શ પર પરાથી ચાલતે આવેલે તે હાર આપના કંઠસ્થળમાં રહી દિશાઓને પ્રકાશિત કરી રહ્યો છે, તે જ છે.
હરિશ્ચંદ્રના વંશમાં અનેક રાજા થઈ ગયા છે. તેના વશમાં અત્યારે આપ વિદ્યમાન રાજા છે. ધર્મોપદેશક સુબુદ્ધિમંત્રીના વંશપરંપરામાં હું ( સ્વયંબુદ્ધ ) ઉત્પન્ન થયા છું. આટલા કાળપત અનવચ્છિન્ન વંશપરંપરાએ ધર્મોપદેશકના વ્યાપારી અમારે અને ધમ શ્રવણ કરવાના વ્યાપાર આપને ચાલ્યેા આવ્યેા છે.
રાજન! આજે વગર પ્રસ્તાવે ધર્મોપદેશ સંબંધી જાગૃતિ કરવાનું જે મેં એકદમ સાહસ કર્યુ છે તેમાં વિલ`બ ન કરી શકાય તેવુ પ્રબળ કારણુ છે. તે કારણ આપ સાવધાન થતે સાંભળો.
મહારાજા ! આજે હું આકાશમાર્ગે નંદનવનમાં ગયેા હતેા. એક સુંદર વૃક્ષ નીચે બેઠેલા એ ચારણશ્રમણુ મુનિએ ત્યાં મારા દેખવામાં આવ્યા. તેમનાં નામેા આદિત્યયશા અને અતિતેજ હતા. સાક્ષાત્ મૂર્ત્તિમાન ધમ જ હોય નહિ તેમ આતિશાયિક જ્ઞાનસંપન્ન તેમે હતા. ભક્તિભાવથી વંદન કરી મે તેઓશ્રીને પ્રશ્ન કર્યો કે, ભગવન્! મહાબળ રાજાનુ આયુષ્ય કેટલુ' બાકી છે? તેઓએ ઉપ