________________
(૩૪૧)
રોગ મૂળ નિર્ણય કરી કહ્યું. ભદ્ર સ્વયંબુદ્ધ ! તારા રાજાનું આયુષ્ય એક મહીનાનું બાકી રહ્યું છે. આ સાંભળતાં જ ત્યાં ન રોકાતાં સંભ્રાંત થઈ હું તરતજ આપની પાસે આવ્યો છું. હકીકત આ પ્રમાણે છે, તો હે રાજા! જેમ બને તેમ પારલૌકિક હિત જલ્દી કરી છે. એક મહિનાનું આયુષ્ય બાકી છે.” આ શબ્દો સ્વયંબુદ્ધના મુખેથી સાંભળતાં જ રાજા શૂન્ય થઈ ગયો. તેના મુખની લાવણ્યતા ઊડી ગઈ, વિષાદથી શરીરની કાંતિ વિછાદિત થઈ ગઈ. તેનાં નેત્રે આંસુથી ભરાઈ આવ્યાં. હદય શેકાનળથી બળવા લાગ્યું. પાણીથી ભરેલા માટીના કાચા ઘડાની માફક તેનું શરીર ગળવા લાગ્યું. મરણભયથી તેનું શરીર કંપવા માંડયું, આત્માને તે અધન્ય માનવા લાગે. આવી સ્થિતિમાં રાજ સિંહાસનથી બેઠે થયો અને હાથ જોડી સ્વયં બુદ્ધના ચરણમાં તેણે પિતાનું શરીર નમાવી દીધું. ગદ્ગદ્ સ્વરે રાજા બોલવા લાગે.
હા ! હા ! સ્વયં બુદ્ધ, મારું શું થશે? વિષયકષાયાદિ પાપપ્રવૃત્તિમાં મારું બધું આયુષ્ય નિરર્થક ગયું. ચાર પ્રકારને ધમ મેં ન કર્યો. અરિહંતાદિ ચાર શરણું મેં ન લીધાં અને ચાર ગતિને અંત મેં ન કર્યો. હા ! હા ! હું મનુષ્યજન્મ હારી ગયો. સ્વયંબુદ્ધ ! આટલા થડા આયુષ્યમાં હવે હું ધર્મ કેવી રીતે કરી શકું? હે પરોપકારી! તું મને રસ્તો બતાવ. રસ્તો બતાવ. આ પાપી ઉદ્ધાર થાય તે રસ્તો બતાવ.
સ્વયંબુધે ધીરજ આપતાં કહ્યું, મહારાજા ! નિર્ભય થાઓ. વૈર્ય ધારણ કરે. ધન્ય છે આપને કે આ વખતે પણ આપની ધમ તરફ આટલી બધી લાગણું છે. ઘણાં ભવનાં સંચિત કર્મો પણ ચરિત્ર ગ્રહણ કરવાથી થોડા વખતમાં ખપાવી શકાય છે. ઘણા લાંબા વખતથી સંચય કરાવેલાં લાકડાંઓને શું અગ્નિ છેડા વખતમાં નથી બાળી શકત ? બાળી શકે જ છે. એક દિવસ પણ જે આ જીવ ચારિત્ર ગ્રહણ કરી તેમાં તન્મય થઈ રહે તે મોક્ષ પણ મેળવી શકે છે