________________
( ૩૪૩)
શ્રવણુ કરતાં તેના સવેગ રસમાં વધારો થયેા. પૂર્વ મહષિ એનાં જીવનચરિત્રનાં સ્મરણુથી તે વધારે ઉત્તેજિત થયે!.
શત્રુ, મિત્ર પર સમભાવ આપે. સસારની અસારતા ભાવતાં અમૃતરસથી સિંચાયાની માફક શાંતિમાં વધારો થયા. ૫ંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં એક મહિનાને અંતે આ ફાની દેહ અને દુનિયાંના ત્યાગ કરી, ઇશાન દેવલેાકની રમણુક દેવભૂમિમાં લલિતાંગદેવ નામના દેવપણે તે ઉત્પન્ન થયે!. આ માનવર્જિંદગીમાં એક મહિના પય ત આચરણ કરેલા ધમના પ્રસાદથી તે દિવ્ય સુખ પામ્યા. નર, સુરનાં દિવ્ય સુખના અનુભવ કરતાં તે મહાબળ આઠમે ભવે નાભી રાજાને ઘેર રીષભદેવપણે જન્મ પામ્યા. તીર્થંકર પદ ભોગવી, અનેક જીવાને દ્દાર કરી છેવટે શાશ્વત સ્થાન પામ્યા.
જન્મથી માંડી સુકૃતના લેશને પણ નહિ કરનાર મહાબળ રાજા, છેવટના સ્વલ્પ કાળના ચારિત્ર આચરણથી સદ્ગતિને પામ્યા. સુદ્રના ! આ દૃષ્ટાંત પરથી એ સમજવાનું છે કે–વસ્તુતત્ત્વને જાણીને, તેના પર દૃઢ શ્રદ્ધાન કરીને પણ યથાશક્તિ તે પ્રમાણે વર્તન કરવું જોઇએ. વન કરવાથી જ થે!ડા વખતમાં પશુ ઉત્તમ લાભ મેળવી શકાય છે.
પ્રકરણ ૩૫ મું.
——
જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઈએ
जा तिथे सर सासणे कुमलया नाणंति तं वुच्चए । जा तथ्येव रूई अईव विमल्दा सहमणं तं पूणो ॥