________________
(૩૩૮)
વિનાશ આ ત્રિપુટી (ત્રણ ભાગ) લાગુ પડે છે. તે આ પ્રમાણે છે* એક સેનાનું કુંડલ હતું તેને ભાંગી નાંખી તેને મુગટ બના
. પૂર્વે કહેલી અપેક્ષા અહીં પ્રગટ સમજાશે. આ ઠેકાણે કુંડળને નાશ થયે, મુગટની ઉત્પત્તિ થઈ–આ બને સ્થળે સોનું દ્રવ્ય કાયમ રહ્યું. આ જ પ્રમાણે દરેક પ્રાર્થમાં આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયની અપેક્ષાઓ સમજી લેવી.
છવદ્રવ્ય માટે ઉત્પતિ, સ્થિતિ અને વ્યય(નાશ)ની સમજણ આ પ્રમાણે છે. પૂર્વજન્મના મનુષ્યાદિ પર્યાયને નાશ. આ ભવના પર્યાયની ઉત્પત્તિ અને છેવદ્રવ્યની બને સ્થળે કાયમ સ્થિતિ-હૈયાતી રહેવી, આ પ્રમાણે સર્વ દ્રવ્યોમાં નિયાનિત્યની અપેક્ષા સમજવા યોગ્ય છે.
દરેક વસ્તુ, દ્રવ્યની અપેક્ષાઓ નિત્ય છે. (કાયમ છે). પર્યાયની અપેક્ષાએ અનિય છે દ્રવ્યમાંથી પર્યાયોને આવિર્ભાવ તિભાવ થયા કરે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થોમાં નિત્યનિત્યપણું રહેલું છે. છમાં મેટાનાનાપણું કાંઈ નથી, સર્વ સરખા છે. મોટા શરીરવાળા યા નાના શરીરવાળા જીવોના આત્મપ્રદેશ એક સરખા (અસંખ્યાતા) છે. તેમાં સંકોચરિકેચ ધર્મ રહેલો હોવાથી દીવાની પ્રભાની માફક સ્થાન યા ભાજનના પ્રમાણમાં પ્રકાશ (વેદન) કરે છે. જેમ એક દી ઘરમાં ખુલ્લું મૂકે હેય તે ઘરના પ્રમાણ જેટલા વિસ્તારમાં પ્રકાશ આપશે. તે જ દીપક ઉપર એક ભાજન ઢાંકવામાં આવે તો તે વિસ્તારવાળે પ્રકાશ એક નાના ભાજનમાં પણ ગોઠવાઈને રહે છે. તેમજ હાથી જેવું મોટું શરીર પામતાં આત્મપ્રદેશે તે શરીરના સર્વ ભાગમાં પ્રસરી રહે છે. અને તે જ જીવને કુંથવા જેવડું નાનું શરીર મળે છે તે તેટલા શરીરમાં પણ સમાવેશ કરીને રહે છે. દષ્ટાંત એકદેશી હોય છે તેથી દષ્ટાંતના દરેક ધર્મો દાતિકને લાગુ પાડવાનો પ્રયાસ ન કરવો.
અશરીરી સિદ્ધના છ કરતાં શરીરવાળા સંસારી જીવો અનંતગુણ છે. સવ-પરપર્યાવની અપેક્ષાએ દરેક પદાર્થો અનંત ધર્મવાળા છે.