________________
(૩૩૬)
બીજાના દેહમાં અનુમાનથી જાણું શકાય છે. કેમકે સુખ, દુઃખ, જ્ઞાનાદિ સર્વમાં સાધારણ છે. અર્થાત સુખ, દુઃખ જ્ઞાન આ સર્વને એક સરખું થઈ શકે છે. એટલે દેહમાં ચૈતન્ય હોય ત્યાં સુધી સર્વે સુખ, દુઃખને અનુભવ કરી શકે છે.
વળી દુનિયાના છનું વિચિત્રપણું; જેમકે, કેટલાક સુખી દુઃખી, કુલીન, રાજ, શ્રેણી, સાર્થવાહ, સેનાપતિ, એશ્વર્યવાન, વિનીત, રૂપ વાન, સુભગ, ધીર, સુસ્વરા, વિચક્ષણ વિગેરે જણાય છે. ત્યારે કેટલાએક તેનાથી વિપરીત દુઃખથી સંતપ્ત થયેલા છો દેખાય છે. જેમકે, કાણુ, આંધળા, બહેરા, મૂંગા, પાંગળા, કુરૂપા, દાસ, શ્રેષ્ય, દમ, દરિદ્ર, દુર્ભાગ, ખળ, નીચ, મૂર્ખ, કર, કુછી અને વિરહાદિ દુઃખથી વિધુરિત વિગેરે. આવા સુખ, દુઃખમય તારતમ્ય યોગના ભેદથી અનંત ભેદમય જીવોનું વિચિત્રપણું નિર્નિમિત્ત (નિમિત્ત વિનાનું) કે ઈ પણ વખત ન જ હોઈ શકે.
અંકુરાને ઉદ્દગમ-ઉત્પત્તિ પાણી, પૃથ્વી વિગેરે કારણે સિવાય સંભવ નથી. તેમ કારણ સિવાય કોઈ પણ વખત કાર્યની નિષ્પત્તિ હેય જ નહિ, તે કારણ આ જ ભવ સંબંધી હેય તે કાંઈ નિયમ નથી. વૃક્ષના મૂળમાં પાણી સિંચતાં-તેના કાર્યરૂપ પત્ર અને ફળો વૃક્ષના અગ્રભાગ ઉપર જણાય છે. તેવી જ રીતે પરલોકમાં કરાયેલું કર્મ આ જન્મમાં પણ ફળ આપે છે - પહેલું કારણ અને પછી કાર્ય. કારણ પછી કાર્ય બનતાં થોડું ઘણું પણ વચમાં અંતર હોવું જોઈએ. આ ન્યાયથી ગર્ભવાસમાં આવવારૂપ કાર્યનું કોઈ પણ કારણ હેવું જોઈએ. અને તે કારણ ગર્ભવાસમાં આવ્યા પહેલાના વખતમાં બનેલું હોવું જોઈએ. આ રીતે અન્ય જન્મ-પુનર્જન્મ લેવાનો નિર્ણય થાય છે.
જે નિમિત્તને પામી આ જીવે પૂર્વજન્મમાં સુકૃત કે દુષ્કત કર્યું છે તે જીવનું જ કરેલું છે, કેમકે કર્તાના અભાવે કમ બની શકે જ નહિ. આ હેતુથી કર્તા તરીકે જીવ જ સિદ્ધ થાય છે.