________________
(૩૩૫).
મેં સાંભળ્યું. મેં દેખ્યું. મેં સંધ્યું. મેં ખાધું. મેં સ્પર્ફી મેં સંભાયું. ઈત્યાદિ ભાવ પ્રત્ય-પ્રતીતિઓ જેને થાય તે પોતે જ જીવ છે.
શ્રવણ (કાન) આદિ ઈદ્રિ કાંઈ જાણકાર નથી કે તે જાણી શકે? જીવના જવા પછી પણ તે ઈદ્રિ બની રહે છે, છતાં તે અવસરે તે અહ પ્રત્યય-હું છું વિગેરે કાંઈ પણ થતો નથી અથવા શરીરમાં જીવ વિધમાન હેય ત્યારે પણ જીવની ઉપયોગ વિનાની સ્થિતિમાં ઈદ્રિયો વિદ્યમાન છે છતાં, તેઓ કાંઈ સાંભળી કે દેખીને અહં પ્રત્યય કરી શકતી નથી. આથી ચેકસ નિર્ણય થાય છે કે, સાંભળવાનું કે દેખાવા વિગેરેનું જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા-છવ આ ઈદ્રિ કરતાં કઈ જુદો જ છે.
વળી ચૈતન્ય ભૂતોને ધર્મ નથી પણ જીવને ધર્મ છે, કેમકે ભૂત અદક છે. જ્ઞાનશકિત ધરાવનાર નથી. અર્થાત જડ છે, જેના એક અંશમાં વેદક ( જ્ઞાપક ) સ્વભાવ નથી તેના સમુદાયમાંથી પણ તે સ્વભાવ કયાંથી પ્રગટ થશે ? જેમ તલના દાણામાં તેલનો અંશ છે તો તલને સમુદાય એકઠો કરતાં તેમાંથી તેલ બહાર આવે છે- કઢાય છે ) પણ રેતીના કણિયામાં તેમનો અંશ નથી તે લાખ રેતીના કણ એકઠા કરતાં પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ નહિં જ નીકળે. તેમ ભૂતના અંશોમાં ( પૃથ્વી, પાણી, વાયુ, આકાશમાં ) જ્ઞાન શક્તિ નથી તો તેના સમુદાયમાંથી તે શકિત કેવી રીતે પેદા થશે ? મદિરાના એક એક અંગમાં તેવી થોડી માદક શક્તિ રહેલી છે તો તે અંગે વિશેષ એકઠાં થતાં તેમાંથી વિશેષ માદક રૂપે શકિત બહાર આવે છે તેમ ભૂતામાં તેવી જ્ઞાતત્વશકિત નથી માટે તે સમુદાય એકઠે મળતાં પણ તેમાંથી જીવરૂપે તે શકિત બહાર આવતી નથી. આથી કહેવાને આશય એ છે કે આત્મા, ભૂતોથી વ્યતિરિત સ્વતંત્રપણે જુદો છે પણ તે ભૂતને ધર્મ નથી.
આ પ્રમાણે આ દેહમાં જીવ અનુભવસિદ્ધ જણાય છે. તેમજ