________________
( ૩૩૧)
નાસ્તિકવાદ તે લોકોને કહેતા હતા કે, “જીવ નથી, પુન્ય નથી, પાપ નથી અને પરલોક પણ નથી. ખરવિષાણુ (ગધેડાના શીંગડ)ની માફક, જીવ આદિ પ્રત્યક્ષ દેખાતાં નથી. જે આ જગતમાં પ્રત્યક્ષગોચર થઈ શકે છે તે ચાર ભૂત જ છે અને તે ઇદ્રિાથી ગ્રાહ્ય થઈ શકે છે. ચેતના એ જીવને ધર્મ નથી. તે તો પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ આ ચાર ભૂતોને ધર્મ છે. મધ્યના અંગેથી-(જુદી જુદી વસ્તુ એકત્ર કરવાથી) જેમ મદિરાની શક્તિ પ્રગટ થાય છે તેમ આ ભૂતના સમુદાયથી ચેતનાશકિત પ્રગટ થાય છે, માટે પ્રત્યક્ષગોચર ન હોવાથી જીવ, પુન્ય-પાપાદિ છે જ નહિં. પ્રત્યક્ષનો વિષય ન હોવાથી તે છવાદ અનુમાનથી પણ સાધ્ય કરી શકાય નહિં કેમકે કોઈપણ વાર તે વસ્તુ પ્રત્યક્ષ દેખાયેલી હોય તો તે વસ્તુના સંબંધમાં અનુમાન થઈ શકે. તેમજ સુકૃતનું ફળ દેવલોક અને પાપના ફળરૂપ નરકગતિ પણ નથી. વળી જવનો જ અભાવ હેવાથી કર્તાપણું અને ભક્તાપણું પણ ન જ સંભવે.
ઇદ્રિના સમુદાય તે જીવે યા જીવવું. અને તે ભૂતોનું વિખરાઈ જવું તે મરણ જીવિત મરણની કલ્પનાએ મૂઢ માણસની કરેલી છે. એક તલતલ જેટલું શરીરને છેદવા છતાં પણ જીવ દેખાતો નથી, શરીરને જ છેદ થાય છે. માટે હિંસ્ય હિંસક (હિંસા કરવા લાયક અને હિંસા કરનાર) કાઈ ન હોવાથી હિંસા પણ છે જ નહિ. લેને ઠગવા માટે મૂઢ પુરુષોએ નાના પ્રકારની ક્રિયાઓની કલ્પનાઓ કરી છે. જે જીવ વિધમાન હોય તો આ સર્વ કલ્પવા સંભવી,
છે પણ જીવ જ નથી તો પછી આ સવ* કલ્પના, ગામ વિના સીમની કપના કરવાની માફક હાંસીને પાત્ર છે.
તપશ્ચર્યા કરવી તે શરીરને શમાવવાનું છે અને સંયમ કરો તે ભેગથી વંચાવાનું છે. સર્વક્રિયાઓ નિરર્થક છે માટે હે બુદ્ધિમાન લોકો! વિષયાદિને ત્યાગ કરે અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવી