________________
(૩૩૦).
ના ભયથી આપણે પાછા હઠયા હતા. તેટલામાં તે દેવ સૌમ્ય બાકૃતિ ધારણ કરી આપણુ પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. મહાબળ ! તારે શતબળ નામનો પિતામહ (પિતાને પિતા) છું. ઉત્તમ ચારિત્ર પાવીને લાંતક નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે છું. પુત્ર ! તું પણ સંયમનિયમમાં ઉજમાળ થજે. અમૃતતુલ્ય જિનવચનોથી તારા આત્માને ભાવિત કરજે. શ્રદ્ધાળુ હદયના, પ્રમાદવિનાના અને સંયમ માર્ગમાં ઉધમ કરનારા આ પદને પામી શકે છે. પ્રયત્નથી તું પણ આ પદ પામી શકીશ.” આ પ્રમાણે કહીને તમાલદલની માફક શ્યામલ આકાશતળને પ્રદ્યોતિત કરતો તે દેવ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યો ગયા.. ?
મહારાજા ! આ વાત તમે દીઠી છે, સાંભળી છે અને અનુભવી છે. તે વાત જે તમને યાદ હોય તો પરલોક છે, તેની શ્રદ્ધા તમે શા માટે નથી કરતા ?
રાજાએ કહ્યું. ભદ્ર સ્વયંબુદ્ધ ! તે વાત મને યાદ આવે છે. પરલોક છે. હમણું તે વાતનું દઢ શ્રદ્ધાન કરું છું, તેમાં મને બીલકુલ શંકા નથી.
રાજના આ રાબ્દોથી તે પરોપકારી સ્વામીભક્ત પ્રધાનને ઘણે આનંદ થયો. તે અવસરને જાણ હોવાથી અવસર આવ્યો જાણે તેણે કરી રાજાને કહ્યું-રાજન! વંશપરંપરાથી સાંભળેલું અને ધર્માધર્મના ફળને પ્રગટ કરનારું, તમારા પૂર્વજોનું વિવેકવાળું કર્તવ્ય હું આપને સંભળાવું છું. આમાંથી આપને જાણવાનું કે શીખવાનું ઘણું મળી
આ જ નગરમાં રાજ્ય કરનારા તમારા પૂર્વજેમાં પૂર્વે કુરચંદ્ર નામનો રાજા થયો હતો. તેને કરમતિ નામની રાણી હતી. માતા, પિતાને પૂર્ણ ભકત હરિશ્ચંદ્ર નામનો તેમને એક પુત્ર થયો. રાજા
સ્તકવાદના શાસ્ત્રમાં પ્રવીણ હતો. *