________________
(૨૮)
જે મનુષ્ય પોતે વિષયસુખમાં આસક્ત થઈ, બીજાને પણ ઉદીરણા કરાવી મેહની વૃદ્ધિ કરાવે છે. તે મનુષ્ય લાંબે રસ્તે પાથેય (ખાવાનું ભોજન) વિનાના પથિક( વટેમાર્ગ)ની માફક પુન્યરૂપ પાથેય સિવાય દુઃખી થાય છે.'
હે રાજન ! આપ પણ તુચ્છ વિષયસુખની લાલસામાં, ઘણા વખતના લાંબા સુખથી જંબુક( શીવાળ)ની માફક ન ચૂકશેભ્રષ્ટ ન થશો, એવી આપ પ્રત્યે મારી પ્રાર્થના છે.
રાજાએ કહ્યું. સ્વલ્પ સુખ માટે, લાંબા સુખથી જંબુક કેવી રીતે ભ્રષ્ટ થયે ? પ્રધાને કહ્યું. એક અટવીના મધ્ય ભાગમાં વૃક્ષોની ગીચ ઝાડી હતી. તે ઝાડીમાં હથિયાર સહિત એક ભિલ્લ ફરતો હતો. દૂરથી આવતો એક હાથી તેને દેખવામાં આવ્યો. ભિલ્લ હાથીને દેખી તરત પાછો ફર્યો અને એક વિષમ ઢોળાવવાળા પ્રદેશ પર ચડી ગ. ઊંચી ભૂમિ ઉપર ઊભા રહી એક તીક્ષ્ય બાણ હાથીના ઉપર છોડયું. આ બાણ હાથીના મર્મયાનમાં લાગવાથી એક જ પ્રહારે તે હાથી તૂટેલા ગિરિના શિખરની માફક જમીન પર તૂટી પડયો. હજી પણ તે હાથી જીવતો છે એમ ધારી તેનાં દાંત અને મોતી લેવાની ઈચ્છાથી, ધનુષ્ય નીચું મૂકી, માથમાં પરશુ લઈ હાથીને કાપવા લાગ્યો. તે સ્થળે એક સર્પનું દર હતું. હાથીના પડવાથી સર્ષ થેડે દબાયો હતું. તેને સખત પીડા થયેલી ન હોવાથી તે હજી જીવત હતો. bધ અને પીડાથી ચીડાયેલા સર્વે, તે બિલ્લને એવા જોસથી ડંખ ભર્યો કે તેના ઝેરની પ્રબળ અસરથી ભિલ્લ ત્યાં જ મરણ પામ્યા અને સર્ષ પણ થોડીવારે મરણને શરણ થયો. તે
એ અવસરે એક શીયાળ ત્યાં થઈને જતો હતે. માંસરસની લોલુપતાથી તે ખુશી થતો થતો ત્યાં આવ્યો. તે જીવતો છે કે મારી ગયે છે તેને નિશ્ચય કરવા માટે બે ત્રણ વાર નજીક આવી પાછો ફર્યો. છેવટે તે ત્રણે મરી ગયેલ છે તેને તેણે નિર્ણય કર્યો. પણ લેભની ગતિ વિચિત્ર છે તેથી તે ચિંતવવા લાગ્યો કે-આ મનુષ્ય અને