________________
(૩૨૬)
છે? નહીં જ. પણ આ સર્વ વાતની ખબર પહેલાંથી જ માલુમ હાય અને પહેલાંથી જ સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હોય તો તેવા અણીના પ્રસંગે તે પોતાનું કાર્ય સાધવાને સમર્થ થઈ શકશે. તેવી જ રીતે પારલૌકિક કાર્ય માટે, મરણ અવસર આવ્યા પહેલાં જે મનુષ્ય સર્વ તૈયારીઓ નથી કરી રાખતા, તે મનુષ્ય છેલ્લી ઘડીના અવસરે ધન, સ્વજન, રાજ્ય, ગૃહ, દેહાદિકના મેહમાં મુંઝાઇ તેનાથી અલગ થઈ શકતો નથી. તેને મમત્વભાવ ઓછો થતો નથી. એટલું જ નહિ પણ. પહેલાથી જ મમત્વભાવ કે હભાવ ઓછો કરેલ ન હોવાથી છેવટની સ્થિતિમાં મેહભાવ વૃદ્ધિ પામે છે. વહાલાને વિયાગ વિશેષ સાલે છે. વિષયતૃષ્ણા છેદાતી નથી. વિવિધ મને મનમાં ખડા થાય છે. છેવટની વિગથી વળવળતી સ્થિતિમાં તપાવેલા લોઢાના ગોળા ઉપર નાંખવામાં આવેલા પાણીના બિંદુની માફક ધર્મનું કે આત્મસાધનનું નામનિશાન પણ યાદ રહેતું નથી.. કઈ યાદ કરાવે તે પણ મેહ તથા અજ્ઞાનની પ્રબળતા આગળ તે ઊભું રહેવા પણ પામતું નથી. તેને બદલે દૂર રહેલા અને નહિં યાદ કરાવેલા પણ, સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ વિગેરે જ યાદ આવે છે. આવા અનેક મેહ કે દુઃખથી તપેલા મનુષ્ય છેવટની સ્થિતિએ ધર્મસાધન કેવી રીતે કરી શકશે? મરણ જીવનના કટાકટીના યુદ્ધપ્રસંગે તપ તપવાને, શીયળ પાળવાને, ધ્યાન કરવાને, સમાધિ રાખવાને શું તે સમર્થ થશે ? નહિં જ.
મન, વચન, શરીરના વ્યાપારે મંદ પડયા પછી જીવો પરલોકહિત કેવી રીતે કરી શકશે? વિષયમાં આસકત થયેલા જીવ, હાથીના કલેવરમાં ગુલ (આકૃતિ) પામેલા કાગડાની માફક સુંસારસદમાં ડબી મરે છે.
ગ્રંષ્મ ઋતુના વખતમાં પહાડની વિષમ નદી ઉતરતાં એક હાથી કિનારા ઉપર ઘણી જ ખરાબ રીતે પડી ગયું. તેનું શરીર જણું હેવાથી તેમજ વિષમ રીતે પડવાથી ભાંગી ગયું અને તે ત્યાં
15