________________
(૩૩૨)
તે એક જાતનો કદાગ્રહ છે. સારું સારૂં ખાઓ, ઇષ્ટપાન કરે અને સ્વેચ્છાએ આચરણ કરે. જળબિંદુની માફક ચંચળ સંસારમાં ભક્ષ્યાભઢ્યના વિવેકની કોઈ જરૂર નથી.
આ પ્રમાણે લોકોને કહી પોતે પિતાને તેમજ લોકોને સાવધ સપાપ કાર્યમાં પ્રેરણું કરતો કુચંદ્ર રાજા રાજ્યનું પાલન કરતો હતો. અનેક જીવમાં વધ કરવામાં પ્રવૃત્તિ કરતાં તે નિર્દય રાજાએ ભારે કરે નાંખી રાંક પ્રજાને ઘણી રીબાવી. ઉમ્ર પુન્ય પાપનાં ફળ તત્કાળ મળે છે. આ ન્યાયથી તેની છેવટની સ્થિતિમાં તેને મહાન અસતાનો ઉદય થયો. પાંચ ઈદ્રિયના વિષયે પ્રતિકુળ થયા, શ્રુતિને મધુરતા આપનાર ગીતો ખર અને ઉંટના શબ્દ સરખાં વિરસ સંભળાવા લાગ્યાં. સુંદર રૂપ વિકરાળ અને બભિત્સ દેખાવા લાગ્યા. કપુર, અગુરૂ આદિ સુગંધી પદાર્થો અત્યંત પુતિગંધ જેવાં લાગતાં. સ્વાદિષ્ટ ચીજો લીંબડાથી પણ અધિક કટુક અનુભવાતી પટકુલ હંસતુલી પ્રમુખ કોમળ સ્પર્શી કાંટાની સેજ સમાન તેને લાગતા. ગોશીષચંદનનો રસ અગ્નિના કણયાની માફક તે વેદતો હતો. ટૂંકમાં કહીએ તો આવી રીતે પ્રતિકૂળ ઈદ્રિયવિષયોને અનુભવતો રાત્રિ દિવસ પાડાની માફક આરડતાં તે દિવસે પસાર કરવા લાગ્યો. તે ઊછળી ઊછળીને વેદનાની અધિકતાથી પૃથ્વી પર પડતો. પિતાને હાથે મસ્તક ફૂટ તથા પાસે બેસવાવાળા મનુષ્યને પણ ભય અને કરૂણ ઉત્પન્ન કરાવતો હતો.
તેનાં આવા દુ:ખમય જીવનથી લજજા પામી, કરુમતિ દેવી અને હારશ્ચંદ્રકુમાર તેને ગુપ્ત સ્થળે રાખી તેની પ્રતિચર્યા કરતા હતા. મહાન દુઃખથી પરાભવ પામેલે કુચંદ્ર રાજા આ જિંદગીમાં જ નરક - સરખાં દુઃખને અનુભવ કરી મરણ પામે. હરિશ્ચંદ્ર કુમારે તેનાં ઉત્તરકાર્ય કર્યા. પિતાની આવી ભયંકર અને વલવૃલતી સ્થિતિ દેખી કુમાર ઘણે દાસીન થયે. લોકોના વિશેષ આગ્રહથી જ તે રાજ્યાસન પર બેઠે. પિતાનું મરણું સાંભળતાં તે વિચાર કરવા થી કે, ખરેખર પુન્યપા૫ના ફળે છે જ. આ પ્રત્યય મેં પ્રત્યક્ષ દીઠા છે. હું