________________
(૩૨૯)
હાથી મારા જીવિત પર્યત પહોંચે તેટલો ખેરાક મારા માટે છે. તે તો સારે જ ખાવાને છે ને ? આ ધનુષ્ય ઉપર બાંધેલી ચામડાની દોરી છે તે હમણું ખાઈ લઉં. ઈત્યાદિ વિચાર કરી ધનુષ્યની કેટી ઉપર બાંધેલી ચામડાની દેરી તે ખાવા લાગ્યા. તે દેરી તૂટતાં જ ધનુષ્ય ઉપર ચડાવેલી છવા (દરી) એકદમ તૂટી, અને તેથી ધનુષ્યનો ભાગ તાળપ્રદેશમાં એવા જોરથી વાગ્યો કે તે શીયાળ તત્કાળ ત્યાં જ મરણ ૫ પો. ' હા! હા! અજ્ઞાનથી અંધ થયેલા અને આર્ત, રૌદ્ર ધ્યાનને પરાધીન થયેલા છે કાંઈ જુદું જ ચિંતવે છે. અને વિધિનું વિલસિત (પૂર્વ જન્મકર્મ) કાંઈ જુદું જ કરે છે.
अन्नं गयस्स हियए अन्नं वाहस्स संधियसरस्स ।
अचं कुल्हुय हियए अन्नं हियए कयंतस्स ॥१॥ હાથીના હૃદયમાં કાંઈ જુદા જ વિચાર હતા. બાણ સાંધવાવાળા વ્યાધ (ભિલ્લ)ના અનાર જુદા જ હતા. શીયાળના હૃદયમાં તેથી જુદું જ હતું. ત્યારે કૃતાંતના હૃદયમાં તેથી પણ જુદું જ હતું અર્થાત કૃતાંતે તેનાથી જુદું જ કર્યું.
હે રાજન તે નિબુદ્ધિ લુબ્ધ જંબુકે ચેડા ખેરાકને માટેઘણા લાંબા વખત ચાલે તેટલા ખોરાકને ત્યાગ કર્યો તો ઉભયથી ભ્રષ્ટ થઈ મરણ પામે. તેવી જ રીતે આ અતિમૂર્ખ છવ, અલ્પ વિષયસુખની ઈચ્છા કરતા પરિલૅક સંબંધી મહાન સુખ આ શીયાળની માફક હારી જાય છે.
વળી હે મહારાજા! આપે કહ્યું કે પરલોકનું સુખ અદષ્ટ છે. કોણે દીઠું છે.? વિગેરે ! તે સંબંધમાં આપ શ્રવણ કરશે. તે આપણે જોયેલું છે. આપને યાદ હશે કે કુમાર અવસ્થામાં આપણે આકાશમાર્ગે, નંદનવન નામના દેવ ઉધાનમાં રમવા માટે ગયા હતા ત્યાં એક મહદ્ધિક દેવ આપણા દેખવામાં આવ્યું હતું. તેને દેખી મરણ