________________
( ૮૪)
પાપમાં આસક્ત થયેલા કોઈપણ એક જીવને, જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મ પ્રમાણે બે ધિત કરવામાં આવે તો તેણે સર્વ છોને મહાન અભયદાન આપ્યું કહી શકાય. વળી કહ્યું છે કે –
धमोवएसदाणं जिणेहिं भणियं इमं महादाणं ॥ सम्मत्तदायगाणं पडिउवयारो जओ नथ्थि ॥१॥
ધર્મને ઉપદેશ આપ, તેને જિનેશ્વરેએ મહાદાન કર્યું છે. બીજા ઉપગારોને બદલે આપી શકાય છે પણ સમ્યક્ત્વ આપનારને (પમાડનારને ) પ્રત્યપ્રકાર (બદલો) કોઈપણ રીતે આપી શકાતે નથી, માટે ધર્મોપદેશ આપવો તે મહાદાન છે. ૧
સમ્યકત્વ મહાદાન છે. જે ધર્મબુદ્ધિથી યા પરોપકારબુદ્ધિથી છે, ધર્મ સંબંધમાં બીજાને ઉપદેશ આપે તો, દુનિયામાં એવું કોઈપણ સુખ કે પુન્ય નથી કે જે તે જીવ ઉપાર્જન ન કરે.
ઈકો જેના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર કરે છે તેવા તીર્થકરે પણ કમથી દુઃખી થતા અનેક જીવોને પ્રતિબોધ આપવા માટે સે સો થી જન સુધી જાય છે.
પ્રતિબોધ પામેલા છો ધર્મને આદર કરે છે, પાપનો ત્યાગ કરે છે, જન્મોજન્મ તેઓ સુખી થાય છે અને છેવટે શાશ્વત સુખ પણ તેઓ પામે છે.
માટે મારે પણ પરિવારસહિત આ રાજાને પ્રતિબધ આપો, તેમજ જાતિસ્મરણજ્ઞાનથી જાગ્રત થયેલી સુદનાને પણ વિશેષ પ્રકારે પ્રબોધિત કરવી. ઇત્યાદિ વિચાર કરી, ધર્મબોધ આપવા નિમિત્તે તે ચારણબમણ મુનિ આકાશમાર્ગથી નીચે ઉતરી રાજસભામાં આવ્યા. મહાત્મા પુરૂષને સભામાં આવ્યા જાણું, રાજા તત્કાળ સિંહાસનથી નીચે ઉતરી પડયા. સભાના સર્વ લોકો તરત જ ઊભા થઈ ગયા. એક ઊંચા ઉત્તમ આસન પર બેસવા માટે રાજાએ તે મહાત્માને નિમંત્રણ કરી. તે મહાન મુનિ પણ નેત્રથી તે આસનને પ્રતિલેખી,