________________
(૨૫૩)
સુદર્શન સાથે પિતાની પુત્રી શીળવતી હતી તેને દેખી લાંબા વખતના તેણુના વિયોગથી દુ:ખી થયેલો રાજા ઘણે હર્ષિત થયે. સુદર્શન અને શીળવતીએ પાલખીથી નીચાં ઉતરી રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પણ સામે નમસ્કાર કરી ધર્મને જણાવ્યો. પિતાની ભાણેજી અને સુદર્શના બનેને સુખશાંતિ પૂછવાપૂર્વક ઘણી મમતાથી રાજાએ બન્નેને બોલાવ્યાં.
એ અવસરે રીષભદત્તે રાજાને નમસ્કાર કરી કહ્યું–મહારાજા, સિંહલદીપના ચંદ્રોત્તર રાજાએ મારી સાથે આપને જે કાંઈ સમાચાર કહેવરાવ્યા છે તે આપ ધ્યાન દઈ શ્રવણ કરશો.
(મારા મુખથી આપના ઉત્તમ ગુણે સાંભળી તે રાજાએ આપના છતા ગુણની સ્તુતિ કરી છે. નિર્મળ કુળમાં પેદા થયેલા, શીમળવાન જાતિવાન ગુણવાન ન્યાયી ધર્મ ધુરંધર સમ્યકત્વવાન પૃથ્વીને વિષે તિલક સમાન મહારાજ જિતથવું! હું વારંવાર અભ્યથના કરું છું કે આ મારી પુત્રી સુદર્શના મારા જીવિતવ્યથી પણ.
વિક છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ જન્મમાં અનુભવેલાં દુઃખને દેખી, સંસારવાસથી ભય પામેલી છે. અષ્ટવિષયસુખને તેણુએ ત્યાગ કર્યો છે. પરમ સંવેગરસમાં નિમગ્ન છે અને મહાન શ્રદ્ધાથી ધર્મને અર્થે જ તમારા શહેરમાં આવે છે માટે હે ધર્મિષ્ઠ રાજા! તેણીના સંબંધ. માં જેમ યોગ્ય લાગે તેમ યોગ્ય વર્તન કરશો.*
ઇત્યાદિ ચંદ્વોત્તર રાજાનો સંદેશ સાર્થવાહના મુખથી સાંભળી જિતશત્રુ રાજાએ કહ્યું-સાર્થવાહ! ઉપગાર કરનારના ઉપર ઉપકાર કરો તે કાંઈ પુરુષોનું લક્ષણ નથી. પણ પ્રથમથી જ નિરપેક્ષ થઈ. જે પહેલે ઉપકાર કરે છે તે વીરપુરૂષે દુનિયામાં વિરલા છે. અને ખરેખર પરેપકારી પણ તે જ કહેવાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપગાર કરવો તે ઊછીનું લઈને પાછું આપવા બરાબર છે અને તે પ્રમાણે તો દુનિયાના મોટા ભાગનું વર્તન હેય છે જ.
સિંહલદીપનો અધિપતિ, મહાસત્વવાન અને ઉત્તમ પુરૂષ છે.