________________
(૨૬૬ )
પ્રદેશાંતર જતાં જે જ્ઞાન સાથે આવે અર્થાત્ સવ સ્થળે તેની સ્થીતિના પ્રમાણમાં કાયમ ટકી રહે તે અનુગામિક અધિજ્ઞાન, ૧
ક્ષેત્ર પ્રત્યયી ક્ષયેાપશ્ચમને લીધે અન્ય સ્થળે સાથે ન આવે પણ તે જ સ્થળે મર્યાદાપ′′ત ટકી રહે તે અનનુઞામિક અવ-ધિજ્ઞાન, ૨
પ્રશસ્ત અધ્યવસાયને લીધે, અગ્નિમાં નાંખેલા ઇંધનની માફક પૂહુસ્થિતિપર્યંત જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રહે તે વભાન. ૩
વિશુદ્ધ પરિણામની અધિકતાથી પ્રથમ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી તથાવિધ ઉત્તમ સામગ્રના અભાવે, પરિણામની હાનિથી હળવે હળવે ઓછુ થતુ' જાય તે હીયમાન અવિધજ્ઞાન. ૪
ઉત્પન્ન થયેલું જ્ઞાન. પરિણામની મલિનતાથી એકો સાથે, સવચા ચાલ્યુ' જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન. ૬
ઉત્પન્ન થયેલું જ્ઞાન પૂર્ણ સ્થિતિ મેળવી આપ્યા વિનાનું પાછું ન જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. ૬
આ સિવાય પરિણામની અને પ્રાપ્તિની તારતમ્યતાને લઇ અધિજ્ઞાનના અસ ંખ્યાતા ભેઃ થઈ શકે છે. દેવ, નારકીને આ જ્ઞાનની મર્યાદા વધારામાં વધારે તેત્રોશ સાગરાપમની છે. ઓછામાં ઓછી દસ હજાર વર્ષની છે. મનુષ્ય, તિય ચાને આશ્રી અનિયમિત સ્થિતિ છે. દેવ, નારસીઓને તેમના આયુષ્યપર્યંત આ જ્ઞાન બન્યું રહે છે. મનુષ્યાદિ માટે અનિયમિત છે.
સમ્યગ્દષ્ટિ વિનાના કેટલાક જીવાને આ ત્રણ જ્ઞાન કમની ક્ષયાપક્ષમતાથી થાય છે. ( પરિણામની વિચિત્ર સ્થિતિ છે) પણ તે મિથ્યા જ્ઞાન—યાને વિભગ જ્ઞાન કહેવાય છે. ઇંદ્રિયાતી અપેક્ષા વિના તેઓ રૂપી પદાર્થો, દૂરનાં કે નજીકના જોઈ શકે છે. તથાપિ યથાર્થ રીતે, નિર્દોષ કે સ્પષ્ટ રીતે જાણી કે જોઈ શકતા નથી.. આ અવધાન પાંચ ઇંદ્રિયવાળા સરીઝવાને થઈ શકે છે.