________________
(૩ર૧)
લીન થવું તે જ છે. તે પ્રમાણે સર્વથા વર્તન કરવાનું કાર્ય સમભાવમાં ભાવિતાત્મા મુનિઓ-ત્યાગીઓ કરી શકે છે. ગૃહસ્થ ધર્મમાં રહેલા મનુષ્ય અમુક અંશથી દેશથી) તે પ્રમાણે વર્તન કરી શકે છે. એટલે ગૃહસ્થોને દેશવિરતિ–દેશચારિત્ર કહેવાય છે.
જ્ઞાન અને શ્રદ્ધાન બને હેય તથાપિ ચારિત્ર (ચરણ-આચરણ) સિવાય કર્મને ક્ષય થઈ શકતો નથી. વૈદ ગમે તેટલે દવા ઔષધાદિકને જાણકાર હેય પણ ઔષધરૂપ ક્રિયાનું સેવન કર્યા વિના તે શું એકલા જાણપણાથી નિરોગી બની શકશે? નહિં જ કેવળજ્ઞાન હેય અને ક્ષાયક દર્શન હેય તથાપિ સર્વ સંવર આવ્યા સિવાય કેવલી પણ નિર્વાણું પામતા નથી. યોગનિરોધરૂપ સર્વ સંવરની છેવટે તેમને પણ જરૂરીયાત પડે છે, માટે એકલા જ્ઞાન, શ્રદ્ધાનથી સંતોષ ન પામતાં સાથે ચારત્રની પણ આવશ્યકતા છે એ ચોક્કસ સમજવું.
જન્મથી લઈ ધર્મશ્રદ્ધાન વિનાનો અને સાવધ કાર્યમાં આસકત થયેલો મહાબલ રાજા, છેવટની છેડા વખતની પણ સ્થિતિમાં વિશુદ્ધ ચારિત્રની મદદથી સદ્ગતિને પામ્યા.
મહાબલી રાજા. આ જબૂદીપના અવર વિદેહક્ષેત્રમાં વક્ષાર અને ગંધમાદન પર્વતની પાસે ગંધીલાવતી નામની વિજય (મોટો દેશ) છે. તે વિજયમાં દેવોને ક્રીડા કરવાને વર્ગ સરખે વૈતાઢય પહાડ શોભી રહ્યો છે. તે વિજયમાં ગંધાર નામનો વિશાળ દેશ છે. આ દેશ રિદ્ધિસમૃદ્ધિથી ભરપૂર છે. તેમાં ગંધસમૃદ્ધ નામનું શહેર હતું.
તે શહેરમાં શતબળ રાજાને પુત્ર અતિબળ રાજા રાજ્ય કરતા હતા. તેને મહાબળ નામને કુમાર હતો. પિતાના મરણ પછી મહાબળ રાજા રાજ્યાસન પર બેઠો. તે મહાપરાક્રમી હતો. વિધાધર રાજાઓ પણ તેની સેવા કરતા હતા. રાજ્યનું પાલન કરતાં ઘણું વર્ષો વહી ગયાં. તેટલા લાંબા વખતમાં તેના તરફથી કરાયેલાં કર્તવ્યો બીલકુલ ૨૧.