________________
(૩૨૨)
પ્રશંસાપાત્ર ન હતાં. ઈચ્છાનુસાર પાંચ ઇન્દ્રિયનાં સુખને વૈભવ તે ભોગવતા હતા. તે ઈદ્રિયોને પરાધીન હતો. ભક્ષ્યાભઢ્યને વિવેક તેને બીલકુલ ન હતો. પાંચ પ્રકારના પ્રમાદમાં તે ડૂબે હતે. પરિમલ એકઠા કરે અને વિવિધ પ્રકારના આરંભ કરવા તે ઇચ્છા તેની પ્રબળ હતી, નિરંતર તે અકાર્યમાં પ્રવૃત્તિ કરનાર હતા.
સત્યાસત્યને-કર્તવ્યાકર્તવ્યને નિર્ણય કરવો, સદાચરણ રાખવાં, પરોપકાર કરે, આત્માને ઉચ્ચ સ્થિતિમાં સ્થાપન કરવો તથા મનુષ્ય સુખ દુઃખને અનુભવ શા કારણને લઈને કરે છે? દરેક સુખી શા માટે થતા નથી ? આ વિષમ વિચિત્રતાનું કારણ શું ? મનોવાંછિત પ્રાપ્તિ સર્વને શા માટે થતી નથી ? વિગેરેને વિચાર કરવાનું ભાન તેને બીલકુલ ન હતું. કેવળ વિષય, કષાયને આધીન થઈ તે આ જિંદગી પૂરી કરતો હતો. ટૂંકામાં ધર્મ શી ચીજ છે તે વાતની તેને પરવા ન હતી.
આ રાજનો બાલમિત્ર સ્વયંબુદ્ધ નામનો પ્રધાન છે. તેનું અંત કરણજિનેશ્વરના વચનામૃતથી સિંચાયેલું હતું. રાજાનું હિત કરવામાં તેની પ્રબળ ઈચ્છા જાગૃત રહેતી હતી. રાજ્યનાં દરેક કાર્યમાં પૂછવા પોગ્ય બીજે પણ સંભિશોત નામનો પ્રધાન હતા.
એક દિવસ મહાબળ રાજા સભા ભરીને બેઠા હતા. સન્મ દિવ્ય નાટક સરખું નાટક થઈ રહ્યું હતું. આજુબાજુ તેનો પરિવાર બેઠે હતે. નૃત્ય દેખવામાં રાજ લીન થઈ ગયો હતો. એ અવસરે અકસ્માત સ્વયંબુદ્ધ પ્રધાન રાજાની પાસે આવી, હાથ જોડીને આ પ્રમાણે વિનવવા લાગ્યા. મહારાજા ! આ ગીત સર્વ વિલાપ સરખાં છે. આ નૃત્ય એક વિડંબના માત્ર છે. આ આભરણો કેવળ ભરભૂત છે અને આ કામવાસના, કેવળ દુખનું જ કારણ છે.
આ બાળમિત્ર પ્રધાન ઉપર રાજાને ઘણે સ્નેહ હતો, પણ આનંદમાં લીન થયેલા રાજાના આનંદને ભંગ કરનાર આ પ્રધાનનાં વચન સાંભળી રાજા કોપાયમાન થઈ ગયો. રાજાએ કહ્યું. અરે