________________
( ૩ર૩)
મિત્ર! આ તું શું બોલ્યો ? આવાં વિતથ–મિથ્યા વચનો બોલવાની તને અત્યારે જરૂર થી પડી? તું નિરંતર પ્રિય બોલનાર છે ત્યારે શું અજાણતાં આ અપ્રિય વચને તારાથી બોલાયાં છે? આ ગીત, શ્રાવણઇન્દ્રિયને અમૃત સમાન છે. આ નૃત્ય નેત્રને મહેચ્છવરૂપ છે. આભરણે શરીરની શોભા છે અને કામવાસના સર્વદા સુખદાયી છે. - પ્રધાને નમ્રતાથી પણ મજબૂતાઈથી કહ્યુંઃ મહારાજ ! હું જરા માત્ર અસત્ય બોલતો નથી અને આપને અપ્રિય પણ કહેતો નથી. મારું કહેવું કેવી રીતે સત્ય છે કે, હું આપશ્રીને નિવેદિત કરૂં . આપ સાંભળશે.
એક ચતુર યુવાન સ્ત્રીનો પતિ પરદેશ ગયો હતો. આ સ્ત્રી પતિપ્રેમમાં આસકત થયેલી હતી. પતિના વિયોગે વિરહાનળથી યા કામદાવાનળથી દગ્ધ થઈ બીચારો કરૂણ સ્વરે ગાયન કરતી હતી. આ ત્રીનું ગાયન વિચારવાન વિવેકી પુરૂષોને વિલાપ પક્ષમાં અનુભવાશે કે નહિં? કેમકે ગીતનું ઉત્પત્તિસ્થાન, કે માર્મિક સૂચન રુદનથી જ ભરપૂર છે. તેમ હે રાજન ! જેનું પહેલું કે છેલ્લું પરિણામ દુઃખરૂપ હેય તે સુખરૂપ કેમ ગણાય?
એક મનુષ્ય પેલે થઈ ગયો છે. તે પિતાની વિસંસ્થૂલ સ્થિતિમાં નાચતો કૂદતો આમતેમ ફર્યા કરે છે. આ તેનું નાચવું, કૂદવું વિવેકા મનુષ્યને વિડંબના સમાન અનિષ્ટ નહિં લાગે ? લાગશે જ, તેમ મેહથી ઘેલા થઈ નૃત્ય કરનારાઓના અને જેનારાઓના ભાવી પરિણામ ઉપર વિચાર કરતાં આ નૃત્ય કેવળ વિર્ડ બનાતુલ્ય જ છે.
ભૂષણની ભ્રાંતિથી કોઈએ ગળામાં પથ્થર લટકાવ્યો હોય તે જેમ બજારૂપ છે તેમ પરમાર્થ ર્દષ્ટએ વિચાર કરતાં આ સર્વ આભરણો ભારમાં પથ્થર સરખા બેજા કરનારા જ છે.
કિંપકનાં ફલો દેખીતાં સુંદર, સ્વાદે મધુર છે. પણ તેને વિપાક ભયંકર પરિણામવાળો છે. તેમ સર્વ કામો ગો દેખીતાં અને ઉપભોગ કરવામાં સુખરૂપ અનુભવાય છે પણ પરિણામે દુ ખરૂપ છે.