________________
(૩૧૯) નિરંતર આંબિલ તપ કરે છે. તે ક્રિયા પૂર્ણ થતાં સેવા કરવાવાળા ક્રિયામાં પ્રવેશ કરે છે. ક્રિયા કરવાવાળા તેઓની સેવા કરે છે. તેઓની ક્રિયા પૂર્ણ થતાં એક વાચનાચાર્ય થાય છે. વાચનાચાર્ય ક્રિયા કરે છે. બીજાઓ સેવા કરે છે. આ પ્રમાણે ક્રિયા, તપશ્ચરણ શ્રતનું અધ્યચન વિગેરે અપ્રમત્તપણે અઢાર માસપર્યત કરવામાં આવે છે. આ ચરિત્રને પરિહાર વિશુદ્ધિ કહે છે.
ચેથું સુક્ષમપરાયચારિત્ર તે બે પ્રકારનું છે. વિશુદ્ધમાન અને સંકિલશ્યમાન ઉપશમયા ક્ષપકશોણિપર (વિશુદ્ધ પરિણામ વિશેષ) આરૂઢ થતાં વિશુદ્ધમાન સુક્ષ્મ સંપરાય હેય છે. અને ઉપશમોણિથી પડતાં સંકિલશ્યમાન હોય છે. સર્વ કષાયને ઉમાશમ કરતાંયાં ક્ષય કરતાં દશમે ગુણસ્થાને સુક્ષ્મ લોભને ઉદય હેય તે સિવાયના કષાયને ઉદય ન હોય તેવી વિશુદ્ધ સતિ અંતમુહુત પ્રમાણે કાળની હોય છે. તેને સુક્ષ્મસં૫રાય ચારિત્ર કહે છે.
પાંચમું યથાખ્યાતચારિત્ર તે બે પ્રકારે છે. કષાયના ઉપશમ વાળું અને કષાયના ક્ષયવાળું. ઉપશમવાળું અંતરયુહત રહે છે ત્યાર પછી તે પરિણામથી પતિત થવાય છે. કષાયના ક્ષયવાળું યયાખ્યાત છેવટે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. મનુષ્યદેહ આશ્રીને ઉત્કૃષ્ટથી તે દેશનું (કાંઈક એ છા) પૂર્વ કોડ વર્ષપર્યત હેાય છે. સામાયિક અને દેશવિરતિ ચારિત્ર અસંખ્યાતિવાર આવે છે. ખરું ચારિત્ર જેને સ્પ હેય તે આઠ ભવમાં સંસારને પાર પામે છે. દ્રવ્ય કૃત અનંતવાર આવે છે. શ્રત સામાયિક, સમકિત સામાયિક અને દેશવિરતિસામાયિક. આ ત્રણે એક ભવનાં બે હજારથી નવ હજારવાર આવે જાય છે. સર્વવિરતિ ચારિત્રનું આકર્ષણ વિકર્ષણ–એક ભવમાં બસોથી નવસેવાર થાય છે.
અથવા મૂલગુણ અને ઉત્તર ગુણરૂપ ચારિત્ર બે પ્રકારે છે. પાંચ મહાવ્રત અહિંસા-સત્ય અચૌર્ય, બ્રહ્મશ્ચર્ય અને પરિગ્રહને ત્યાગ અ.