________________
(૩૧૧).
ક્રોધથી તેની જીભ કાપી નાખી. અત્યંત પીડા થવાથી વિરસ સ્વરે રોવા લાગ્યા. કેવળ દયાપાત્ર, ભૂમિ પર આમતેમ આળોટત અને સુરત હતો એ અવસરે એક અતિશયીક જ્ઞાની મુનિ ત્યાં થઈને જતા હતા. તેમણે તેને મધુર શબ્દ કહ્યું. ભદ્ર! આ દુસહ દુઃખથી આકંદ શા માટે કરે છે? તે પોતે જ આ દુઃખ ઉત્પન કર્યું છે. તેનું જ આ ફળ છે. તે ભોગવ્યા સિવાય તારે છૂટકો થવાને નથી. યાદ કર. અર્જુનના ભવમાં આગમની નિંદા તેં કરી હતી, તેનાં ફળરૂપ બકરો, ગધેડે, શુકર, ઉંટ, મુંગે અને દાસીના પુત્ર પણે ઉત્પન્ન થઈ આ દુઃખને અનુભવ તું કરે છે. મિથ્યાત્વના મોહથી મૂઢબની તે તે ગહન ભવમાં તું ભમે છે અને છેદન, ભેદન આદિ દુઃખ તું પામે છે.
આ પ્રમાણે તે મહાત્માના મુખથી પૂર્વભવ સાંભળી તેની વિચારણામાં લીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આગમની નિંદા કરવાને અને ધર્મને અનાદર કરવાનો તેને ઘણે પશ્ચાત્તાપ થયો. મુનિને પગે પડી તે પોતાની નિંદા કરવા લાગ્યા. છેવટની આ સ્થિતિમાં મુનિનાં દર્શનથી પરિણામની કાંઇક શુદ્ધિ અને પાપને પશ્ચાતાપ થવાથી. તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. શુભ પરિણામે મરણ પામી તે અર્જુનને જીવ હે નરસુંદર રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયે છે,
પૂર્વ ભવના અભ્યાસથી નાસ્તિકવાદમાં તેને વિશેષ પ્રીતિ છે.
નરસુંદર રાજા પોતાના પૂર્વ ભવો સાંભળી જાતિસ્મરણ પામે. તરતજ કદાગ્રહ મૂકી દઈ, નાસ્તિકપણાને ત્યાગ કરી, સમ્યફવપૂર્વક ગૃહસ્થયમ બતાવવા માટે ગુરૂકીને આગ્રહ કર્યો
ગુરૂએ કહ્યું. રાજન! દુર્વાર રાગાદિ શત્રુઓને સદા સર્વથા વિજય કરનાર દેવને દેવપણે અંગિકાર કર. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણને ધારણ કરનાર, મોક્ષપથના સાધક ગુરૂને ગુરૂપણે માન. અને કરૂણરસથી ભરપૂર, સર્વ જીવોનું આત્મહિત ઈચ્છનાર ધર્મને ધર્મ પણે ગ્રહણ કર. જીવાદિ નવ તત્વોને જાણુ. ભાવથી સદ્દઢતાં સમ્ય