________________
(૩૧૨)
કુત્વની પ્રાપ્તિ થાય છે. દેવનું શુદ્ધ આલંબન, ગુરૂનો સદુપદેશ અને ધર્મથી થતું શુદ્ધ આચરણ. આ ત્રણે આત્મગુણ પ્રગટ કરવામાં મહાન નિમિત્ત હોવાથી એ ત્રણે ઉપરના શ્રદ્ધાનને સમ્યફત્વ કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યક્ત્વ તે કષાયની મંદ પરિણતી અને કર્મોની ક્ષ પશમતા થવી તે જ છે. એટલે અમુક દરજજે આત્મગુણ પ્રગટ થે તે જ છે. તથાપિ તેમાં દેવ, ગુરૂ, ધર્મનું આલંબન નિમિત્તકારણ છે તેવી જ રીતે જીવ, અછવાદિ નવ તત્વને સવાને સમ્યક્ત્વ છે. તે પણ નિમિત્તકારણું છે. આ નવ તત્વનું શ્રદ્ધાન કષાયાદિની પરિણની મંદ થતાં તેવી ગ્યતા આવતાં થઈ શકે છે. આગમ ગુણ અકષાયતા” આ જ ધર્મ છે. અને એ જ આત્મગુણ છે. આ અકવાયતા થવામાં તમને વિચાર, તત્વનું જ્ઞાન, તનું શ્રદ્ધાન વિગેરે નિમિત્તો છે.
હે રાજન ! જેના મનરૂપ આકાશમાં સમ્યક્ત્વને સર્વોદય પુરી રહ્યો છે, તેઓની પાસે કુતિયા-મિથ્યાત્વરૂપ ઘુવડે બીલકુલ આવી શકતાં નથી. મિથ્યાત્વરૂપ પ્રબલ અગ્નિને બુઝાવવા માટે જેઓનો પાસે સમ્યક્ત્વરૂપ જલધર (મેલ) છે, તેઓને આત્મશાંતિવાળું નિર્વાણપદ પામવું દુર્લભ નથી.
આ પ્રમાણે ગુરૂ તરફથી ઉત્તમ બધ સાંભળી રાજાએ સમ્યકૃત્વ સહિત ગૃહસ્થનાં વ્રતો અંગીકાર કર્યા. .
રાજાને ધર્મમાં દઢ કરવા નિમિત્તે ગુરૂશ્રીએ ફરી કહ્યું. રાજન ! તમને ખબર જ હશે કે જ્યાં સુધી મૂલમાંથી વ્યાધિ ન જાય ત્યાં સુધી એકનું એક અષિધ અનેકવાર લેવામાં આવે છે. તેમજ ધર્મશિક્ષા પણ વારંવાર લેવા ગ્ય છે. તેથી કંટાળો લાવવાનું નથી. હું તમને ફરી પણ કહું છું કે-માતા, પિતા, ધન, સ્વજન, બંધુવર્ગ અને સૈવને સમુદાય તે તાત્વિક સુખ આપવાને સમર્થ નથી કે જે સુખ સમ્યકત્વમાં દઢ થવાથી મળે છે. નજર ફેરવતાં હજારો મુગટબંધ રાજાઓ હાથ જોડે છે. તેવું ચક્રવતિ પદ મેળવવું સુલભ છે પણ