________________
(૩૧૪)
નમસ્કાર કરી, રાજા પિતાને ઉચિત સ્થાનકે ગુરૂસન્મુખ
ધર્મશ્રાવણ નિમિત્તે બેઠ. ગુરૂથીએ પણ ગંભીર સ્વરે ધર્મોપદેશ - આપવો શરૂ કર્યો.
આ સંસાર સમુદ્રના સરખે છે. તેમાં જન્મ, મરણરૂ૫ અગાધ પાણું ભર્યું છે. ઈર્ષા, દ્વેષ, મત્સરરૂપ અનેક મચ્છ, કચ્છાદિ જલચર જીવો ઉછળી રહ્યા છે. ક્રોધરૂપ વડવાનળ અગ્નિની જવાળાઓ સળગી રહી છે. માનરૂપ દુર્ગમ પહાડો-મોટા ખડકો સમુદ્રના વચમાં આવી રહ્યાં છે. માયારૂ૫ રેલીઓના વિતાનો (સમૂહ) જાળરૂપે પથરાઈ રહ્યા છે. ચારે બાજુ ઊંડા મૂળ ઘાલી લોભરૂપ પાતાળકળશાઓ વ્યાપી રહ્યા છે મેહરૂ૫ આવર્તે ( ભમરીઓ-વમળે ) પિતાના સપાટામાં આવેલી વસ્તુઓનો (જીવન) સંહાર (આત્મગુણને નાશ) કરી રહી છે. અજ્ઞાનરૂપે પવનથી પ્રેરાયેલા સંયોગ વિયાગરૂપ તરંગે ઉછળી રહ્યા છે. હે ભવ્ય છે ! આ દુર સંસાર સમુદ્ર તરવાની તમારી ઇચ્છા હોય તો ચારેત્રરૂપ પ્રવહણ(વહાણુનો તમે આશ્રય કરો.
આ ચારિત્રરૂપ વહાણ શુદ્ધભાવરૂપ મોટાં પટીયાંનું બનેલું છે. સદર્શન (સમ્યકત્વ ) રૂ૫ મજબૂત બંધનોથી (પટ્ટાઓથી ) જડાયેલું છે. સંવરરૂપ પુરણથી ( છિદ્રબંધ કરવાની વસ્તુઓથી ) આવરૂપ છિદ્ધો મજબૂતાઇથી પુરેલાં છે. વૈરાગ્યરૂપ સિદ્ધા સરલ રસ્તા ઉપર, તરૂપ પવનના ઝપાટાથી ઘણી ઝડપથી ચાલી રહ્યું છે. જ્ઞાનરૂપ કમાને ઘણી બારીકાઈથી તેનું રક્ષણ કરે છે. આ વહાણને આશ્રય કરનાર, ભવ્ય છવરૂપ મુસાફરો, ઘણું થોડા વખતમાં સંસાર સમુદ્રને પાર પામી મેક્ષરૂપ ઈચ્છિત બંદરે જઈ પહેચે છે.
ઇત્યાદિ ગુરૂમુખથી સંસારસમુદ્ર તરવાનો બોધ પામી, સંસારનો પાર પારવાની ઈચ્છાવાળો રાજા, સંવેગરંગથી રંગાઈ ગુરૂશ્રીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! આપનું કહેવું સત્ય છે. સંસાર દુસ્તર