________________
(૩૧૬)
છેવટે અણુસણ કરી આ નરસુંદર આચાર્ય સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રમાં સાવ કર્મને ક્ષય કરી નિર્વાણપદ પામશેમોક્ષે જશે.
સુદર્શના ! મિથ્યાત્વફળના અન્વય વ્યતિરેકી દષ્ટાંત રૂપે નરસુંદર રાજાનું દષ્ટાંત તમને સમ્યત્સવની દઢતા માટે સંભળાવવામાં - આવ્યું છે. આ દષ્ટાંતમાંથી વિવેકી મનુષ્યોએ પિતાની યોગ્યતાનુસાર ઉત્તમ ગુણે અંગીકાર કરવા વિશેષમાં એટલું કહેવાનું છે કે, કદાચ પ્રબળ મોહાદયથી ચારિત્ર ન લઈ શકાય કે ન મળી શકે તો પણ સમ્યકત્વ તે દઢ પાળવું જ. કહ્યું છે કે –
भट्टेण चरित्ताओ सुट्टयरं दसणं गहेयव्वं सिज्जति चरणरहिया दंसणरहिया न सिज्जंति ।। १ ।।
ચારિત્રથી ભ્રષ્ટ થતાં, સમ્યક્ત્વને સારી રીતે ગ્રહણ કરી રાખવું. ચારિત્રવિના (કવ્યચરિત્રવિના પરિણામની વિશુદ્ધિરૂપ ભાવચારિત્રથી) છ સિદ્ધ થાય છે પણ સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી.
સમ્યગદર્શનરૂપ બીજા રત્નનું સ્વરૂપ પૂર્ણ થતાં ગુરૂમહારાજે ધર્મોપદેશનો ઉપસંહાર કર્યો. એટલે સુદર્શન વિગેરે ગુરૂમહારાજને નમસ્કાર કરી પિતાના મહેલમાં આવ્યાં અન્ય લોકો પોતપોતાને સ્થાને ગયાં. સુદર્શનાના આનંદને પાર ન રહ્યો. દેવપૂજન આદિ પિતાનાં કર્તવ્ય કર્મ કરી ભોજન કર્યા બાદ સુદર્શનાએ પિતાની ધાવમાતા કમળાને બે લાવી કહ્યું-ધાવમાતા ! તમે હવે સીંહલદીપ જલદી જાઓ ત્યાં જઈ મારાં વહાલાં સ્નેહી માતા, પિતા, બંધુઓને મારી કુશળપ્રવૃત્તિના સમાચાર તરત આપ. સ્નેહી માતા, પિતા મારા વિરહથી ઝુરતાં હશે અગર ચિંતા કરતા હશે. તેને તમે ધીરજ આપજે અને સમ્યકત્વને સ્થિર કરનાર મુનિઓનાં દર્શન અને તેમને કહે બેધ વિશેષ પ્રકારે તેમને સંભળાવજે, તે સાથે અહીંના મહારાજા જિતશત્રુએ મારી કરેલી ખાત્રી ભક્તિ વિષે સવિસ્તર જણાવશે. મારી અમ્મા ! શીળવતી