________________
(૩૧૦)
અજુને કહ્યું. મિત્ર ! આગમનું સ્વરૂપ મેં જાણ્ય, ધૃત્ત પુરૂષોએ કરેલાં કાવ્ય કાળાંતરે આગમરૂપ-સિદ્ધાંતરૂપ ગણાય છે.
આ જવાબ સાંભળી સુકરે વિચાર કર્યો કે, આ માણસ આગમ શ્રવણ કરવાને અગ્ય છે. તેની ઉપેક્ષા કરી સુહંકર, સુધર્મ ગુરૂ પાસે આવી ધર્મ શ્રવણ કરવા લાગ્યો. ધર્મદેશનાથી વૈરાગ્ય પામી, પુત્રને ગૃહનો ભાર શેંપી ગુરૂ પાસે તેણે ચારિત્ર લીધું. પ્રત્રજ્યાનું પાલન કરી તે સદ્ગતિનું ભાજન થયે.
આગમની હીલના કરવાથી અજુને ઘણું અશુભ કર્મ બાંધ્યું. ધમ સિવાયની અજ્ઞાનમય જિંદગીમાં સારાં કર્તવ્ય કર્યા વિના અનેક પાપ ઉપાર્જન કરી, અજુન કાળાંતરે મરણ પામી એ જ ગામમાં બકરાપણે ઉત્પન્ન થયો. તેના પુત્રે જ તેને વેચાતો લીધો, અને વ્યવહારિક કાર્ય પ્રસંગે તેને મારવામાં આવ્યો. ત્યાં મહાન દુઃખ અનુભવી મરીને કુંભારને ઘેર ગર્દભ(ગધેડા પણે ઉત્પન્ન થયો. ત્યાં શીત, તાપ, સુધા, તૃષા આદિ નાના પ્રકારનાં દુઃખનો અનુભવ કરતાં કેટલોક કાળ ગયે. એક દિવસે તેના પર વિશેષ ભાર લાદવામાં આવ્યો હતા. આ ભાર ઉઠાવી ન શકવાથી તે પડી ગયો અને વાસણો ફુટી ગયાં. કુંભારે કોંધ કરી ગધેડાનો પ્રહાર કર્યો. વિશેષ ભારથી મરણ પામી, શુકર(ભુંડપણે ઉપજો. તે ભાવમાં શીકારી કુતરાયે તેને મારી નાખે. મરણ પામી ઉટપણે ઉત્પન્ન થયો. ત્યાં ઘણે બે જે ઉપાડવાથી ખિન્ન થયો. નદીને કિનારે ચડતાં બોજા સહિત પડી ગયો. હાડકાં ભાંગી ગયાં. વિરસ બૂમો પાડતાં દુઃસહ પીડાએ મરણ પામી, ગેબર ગામમાં ધન વણિકને ઘેર મુંગા પુત્રપણે ઉત્પન્ન થયે. અવિવેકી માણસે તેને ચિડાવવા લાગ્યા પિતાના મુંગા જીવિતવ્ય ઉપરથી ઉગ પામી, કૂવામાં પડી તેણે આપઘાત કર્યો. ત્યાંથી મરણ પામી નંદિગામમાં એક કાકોરની દાસીને પેટે પુત્રપણે ઉત્પન્ન થયા. એક દિવસ મદિરાપાન કરીને ઉન્મત્ત થયો હતો. સ્વપરના દરજજાને ભૂલી જઈ, પિતાના ઠાકરને અસભ્ય વચને કહેવા લાગ્યો. ઠાકોર