________________
(૩૦૮)
મારા મનમાં એક જ વિચાર આવે છે કે કુળકમથી ચાલતા આવેલા નાસ્તિવાદનો હું કેમ ત્યાગ કરું?
ગુરૂએ કહ્યું રાજન્ ! વિવેકી મનુષ્યને તેને ત્યાગ કરે કાંઇ પણ મુશ્કેલ નથી. વંશપરંપરાથી ચાલતો આવેલો દરિદ્રપણાનો કે વ્યાધિને શું મનુષ્ય ત્યાગ નથી કરતા! અવશ્ય કરે છેજ.
હે રાજા! જે તું આ નાસ્તિકવાદને ત્યાગ જાણવા છતાં પણ નહિં કરે , પેલા કદાગ્રહી ભૂખ વણિકની માફક તું પણ દુઃખી જ થઈશ.
રાજા–પ્રભુ! ને મૂર્ખ વણિક કેવી રીતે દુઃખી થયો ?
ગુરૂએ કહ્યું. રાજા! સાવધાન થઈને સાંભળ. કેટલાએક વણિકે ધન કમાવા નિમિત્તે પરદેશ જતા હતા. રસ્તે લોઢાની ખાણ તેમના દેખવામાં આવી. તેઓએ ઊપાડી શકાયું તેટલું લોઢું પાડયું. આગળ ચાલતાં રૂપાની ખાણ દેખી, એટલે ઊપાડેલું લોઢું ફેંકી દઈ તે ખાણમાંથી રૂપું ઊપાડી લીધુ. આગળ ચાલતાં સોનાની ખાણ તેમના દેખવામાં આવી. એટલે રૂપું ફેંકી દઈ ઊપાડાય તેટલું તેનું ઉપાડી લીધું છેવટે તેમને રત્નની ખાણ મળી આવી, ત્યારે તેનું મૂકી દઈ રને ભરી લીધાં.
આ સમુદાયમાં એક મુખે અને કદાગ્રહી વણિક હતો. તેણે આ સર્વે પ્રસંગોમાં પ્રથમ ઊપાડેલ લોઢાનો ત્યાગ ન જ કર્યો. તેના મિત્રએ તેને ઘણું સમજાવ્યું. પણ તે કદાગ્રહી ઊલટે તેઓને ઠપકો આપવા લાગ્યો કે તમે અનવસ્થિત પરિણામવાળા છે. અંગીકાર કરેલ વસ્તુને નિર્વાહ બરાબર કરવો જોઈએ. સારું દેખી ઇતરનો ત્યાગ કરવો મિચ નથી વિગેરે. આટલા દિવસ મહેનત કરી ઊપાડેલું લેટું હું કેમ ફેંકી દઉં! ઈત્યાદિ કહી તે લેટું ઊપાડી બીજા વણિકો સાથે તે પિતાના શહેરમાં આવ્યો. અન્ય વણિકોએ રત્નો વેચી નાંખ્યા તેઓ ઘણું ધનાઢ્ય થયા. તે દ્રવ્યથી વિવિધ પ્રકારે ઈદ્રિયજય સુખને ઉપભોગ કરવા લાગ્યા. પેલા કદાગ્રહી વણિકે લોઢું વેચ્યું તેની સ્વલ્પ કીંમત,