________________
(૩૯)
હતે.' સાંભળ. પણ
જેમ તે મહાન નીચે કો
આવી. તે નિરંતરને માટે દુઃખી જ રહ્યો. પિતાના મિત્રોને આનંદ કરતા દેખી પિતાના કદાગ્રહ માટે તેને ઘણે પશ્ચાત્તાપ થયો. પણ તે નિરર્થક જ હતો કેમકે તેથી તેને દ્રવ્ય ન જ મળ્યું તેમ હે રાજા! આ નાસ્તિકવાદનો તું ત્યાગ નહિં કરે તો પૂર્વની માફક આ વખતે પણ દુસહ દુઃખની પરંપરા જ ભોગવીશ.
રાજાએ કહ્યું. ગુરૂરાજ !મેં પૂવે કેવી રીતે અને કયાં દુહ દુઃખને અનુભવ કર્યો છે. જેથી આપ એમ જણાવે છે ?
ગુરૂએ કહ્યું. રાજન! સાવધાન થઈને સાંભળ. પૂર્વે નવાગામ નામના ગામમાં એક કુલપુત્ર રહેતું હતું. તે દઢ મિથ્યાત્વી હતો. અધમ હલકાં-યા નીચ કાર્યમાં તેનું મન નિત્ય આસક્ત રહેતું હતું. તેમ તે મહાન કદાગ્રહી હતી. તેનું નામ અજુન હતું.
છવાછવાદિ તત્વને જાણનાર દઢ સમ્યક્ત્વવાન અને મુનિઓની સેવા કરવામાં પ્રીતિવાળો સુહંકર નામનો તેને મિત્ર હતો.
અનેકસિદ્ધાંતના પારગામી, સુધર્મા નામના આચાર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામ આવ્યા. સુહંકરે મધુર વચને અર્જુનને કહ્યું. મિત્ર ! ચાલ ગુરુશ્રી પાસે જઈએ અને આગમનું (ધર્મનું) રહસ્ય સાંભળીએ યા સમજીએ. આલસ્યાદિ દોષથી આ અલભ્ય વસ્તુને લાભ કેટલાએક મનુષ્ય લઈ શકતા નથી.
આલય, મોહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણુતા, ભય, શક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહળ અને ક્રીડા આ સર્વ કારણોને પરાધીન થઈ, દુર્લભ્ય મનુષ્યપણું મળવા છતાં, સંસારને વિસ્તાર કરનાર ધર્મ શ્રવણનો લાભ મનુષ્ય મેળવી કે પામી શકતા નથી.
મિત્ર ! આ ધમશ્રાવણ પાપના જરૂપ પહાડને છેદવા માટે વજ સમાન છે. ક્રોધરૂપ અગ્નિને બુઝવવામાં નિરદ (મેઘ) સમાન છે. જડતારૂપ અંધકારને હઠાવવાને સૂર્ય સદ્શ છે. કલ્યાણરૂપ વૃક્ષોને વૃદ્ધિ પમાડવામાં પાણીની નિક સમાન છે. અને મિથ્યાત્વરૂપ સર્ષના સંહાર માટે ગરૂડ સમાન છે માટે અવશ્ય ધર્મ કરવું જ જોઈએ.