________________
(૨૯૪)
વ્યવહારિક પ્રપોથી અલગ થયા વિના સંભવતી નથી. વ્યવહારમાર્ગ માં લોકોને સુખી કર્યા કે લોકો સુખી થયા, પણ તે ચેડા વખતને માટે જ–તેથી કાંઈ નિરંતરનું સુખ તો નથી જ.
- આત્મજ્ઞાન તે જ સત્ય માર્ગ છે. ખરે પરમાર્થ તે જ છે. જન્મ મરણને શાંત કરનાર, આધિવ્યાધિઓને ફીટાડનાર અને નિરંતરની શાંતિ આપનાર તે સિવાય કોઈ અન્ય માર્ગ નથી.
આ શાંતિ યા આત્મિક માર્ગ પિતે અનુભવ્યું હોય તે જ બીજાને અનુભવાવી શકાય છે. કહેવત છે કે “કુવામાં હોય તો જ અવાડામાં આવે ! પિતાને ઉચ્ચ રિગતિમાં આવવા અને પારમાર્થિક કરૂણાથી અન્યને તેવી સ્થિતિમાં લાવવા રીષભદેવજીએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો. ત્યાગી થઈ નિર્જન પ્રદેશમાં રહી આત્મધ્યાન કરવા લાગ્યા.
વિવિધ પ્રકારે આત્મવિચારણા, ઈદ્રિયસંયમ, મનોનિગ્રહ, શુદ્ધ ધ્યેયનું ધ્યાન અને તેમાં જ લીનતા વિગેરે આત્મસાધન કરતાં તેમને એક હજાર હર્ષ વ્યતીત થયાં.
આત્મિકચર્યામાં રહેતા, દુષ્કર તપ કરતા, શરીરથી નિરપેક્ષ બની ઘોર પરીષહે સહન કરતા, જગત પ્રભુને દેખી, સરલ રવભાવવાળી પણ પુત્રપ્રેમથી ગાઢ બંધાયેલી નેહાળ માતા (ભારૂદેવાજી) ઘણે કરવા ખેદ લાગી. તે ચોધાર આંસુએ રડવા લાગી. અરે ! ભારે પુત્ર ઇતર સામાન્ય લેકની માફક નિરંતર તાપ, શરદી, સુધા, તુષાદિકનાં દુઃખનો અનુભવ કરે છે. તે જગલમાં એકલો ફરે છે. કોઈની સાથે બોલતો નથી. થોડો પણ વખત સંતો નથી. વિવિધ પ્રકારનાં આસને બેસી રાત્રિદિવસ કાંઈક વિચાર કરતા રહે છે. રસ્તે ચાલતાં તે થાકી જતો હશે પણ વાહન ઉપર બેસતું નથી. ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપમાં પણ તે શીતળ જળમાં સ્નાન કરતો નથી. પગમાં તે કાંઈ પહેરતો નથી. કૌટા અને કાંકરાવાળા માર્ગે પણ તે ખુલ્લે પગે ફરે છે. ત્રણ જગતને પૂજનિક, જગતમાં અગ્રગણ્ય મારા પુત્રને હું ક્યારે દેખીશ ?