________________
(૨૪)
પ્રગટ થશે ત્યારે હું આપશ્રીને બતાવીશ. ત્યારે જ આપ નિશ્ચય કરી શકશો કે તેઓ દુઃખી હતા કે અમે (હું) દુઃખી (છું) છીએ.
- ઇત્યાદિ વિવિધ પ્રકારે ભરતે, માતાને દિલાસો આપે પણ તેઓને મોહ ઓછો ન થયો. તેઓના આકંદમાં કે શોકમાં વિશેષ ફેરફાર ન થયું. અહા ! શું મોહનું જોર ? તદ્દભવમોક્ષગામી છે પણ કેવાં મેહથી મુંઝાય છે? - ભરત નમસ્કાર કરી પિતાને કામે લાગ્યો. - આ બાજુ રીષભદેવજીએ એક હજાર વર્ષ જેટલા લાંબા વખત પર્યત પૃથ્વીતળ પર વિહાર કરતાં જ્ઞાન, ધ્યાન, તપશ્ચરણ ઇત્યાદિ શુભ અને શુદ્ધ યોગે મહાકલીષ્ટ કર્મો ખપાવી દીધાં.
એક દિવસે તે મહાપ્રભુ વિનીતા નગરીના શાખાપુર વિશેષ પુમિતાલ નગરના શકટમુખ ઉધાનમાં આવ્યા. ત્યાં ન્યગ્રોધ વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં રહ્યા. અઠ્ઠમ તપ કર્યો હતો, તે દિવસ ફાગણ વદ અગીયારસને હતો. આ દિવસે ધ્યાનની છેવટની સ્થિતિમાં તે મહાપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દેવોએ સમવસરણ બનાવ્યું. ભગવાન પૂર્વ સખ સમવસરણમાં બિરાજમાન થયા. ઉધાનપાલકે ભરતરાજને વધામણી આપી. ભરતરાજા ચતુરંગ સૈન્ય તૈયાર કરી, પદહસ્તી શણગરી, મારૂદેવાજી પાસે આવ્યો અને આનંદથી કહેવા લાગ્યો–માતાજી! પધારો. આ પના પુત્રની ઋદ્ધિ હવે હું આપને બતાવું. તેઓને કેવળજ્ઞાન થયું છે. દેએ સમવસરણ રચ્યું છે.
પુત્રદર્શનની વાતથી માને આનંદ થયો. જયકુંજર હાથી ઉપર બેસી માતાજી, પુત્ર દર્શનાર્થે ભરત સાથે સમવસરણ તરફ ચાલ્યાં. રસ્તામાં ભરતરાજા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી ત્રણ રત્નની સમજુતી આપતો હતો. અનુક્રમે સમવસરણની નજીક આવી પહોંચ્યાં. ભરતે કહ્યું-અમ્મા ! આ આકાશ તરફ નજર કરો. આ કિંકણીઓના મધુર શબ્દ સંભળાય છે તે જગત પ્રભુને નમસ્કાર