________________
પ્રકરણ ૩૩ મું.
-જો - મિથ્યાત્વ–નરસુંદરરાજા.
आभिग्गहियमणाभिग्गहं च तह अभिनिवेसियं चेत्र । संसइयमणामागं मिच्छत्तं पंचहा होइ ॥१॥
અભિગ્રહિક, અણુભિગ્રહિક, અભિનિવેશિક, સંસયિક, અને અનાભોગિક, આ પાંચ પ્રકારના મિથ્યાત છે.
તત્ત્વાતત્વને વિચાર કર્યા સિવાય પોતે જે ધર્મ માનતો હોય, વંશપરંપરાથી જે ધર્મ ચાલ્યો આવતો હોય તે જ ધર્મ સત્ય અને બીજા ધર્મ જૂઠા. આવી ઔધિક માન્યતાને અભિગ્રહિક મિથ્યાત્વ
| સર્વ ધર્મ સાયા. સત્યાસત્યનો નિર્ણય કે વિચાર ન કરતાં સર્વ ધર્મને એક સરખા (સત્યતામાં) ગણવા. અસત્યને પણ સત્ય ગણવા. સત્યના નિર્ણયમાં ઉદાસીન વૃત્તિ યા અજ્ઞાનતા તે અનભિગ્રહિક.
સત્ય ધર્મને જાણવા છતાં, કદાગ્રહના કારણથી પિતાની અસત્ય માન્યતાને વળગી રહેવું. સત્યનો અંગીકાર ન કર પણ જાણવા છતાં અસત્યને પિષિત કરવું તે અભિનિવેશિક મિથ્યાત્વ.
મેટે ભાગે સત્ય સમજાયું હેય તથાપિ બુદ્ધિની દુર્બળતાથી, ઓછાશથી કોઈ કોઈ સ્થળે શંકા રહે-તે સંશયક મિથ્યાત્વ.
ધર્માધર્મને વિચાર કરવાનું જેમાં સામર્થ્ય નથી, અથવા ધમધર્મ તરફ લક્ષ જ ન આવવું, કર્મને માટે કેવળ અજ્ઞાન દશામાં રહેવું અથવા તદ્દન અજ્ઞાનમય જિંદગી ગુજારનાર એકૅક્રિયાદિ જેમાં અનાગિક મિથ્યાત્વ હેય છે.
આ પાંચ મિથ્યાત્વ આત્માની વિશુદ્ધતાને દબાવનાર છે. મિથ્યા