________________
(૩૦૫)
નથી. આ દેહમાં સ્થિર રહેવા પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન કરનાર મનુ
એ વિજય મેળવ્યું નથી. છેવટમાં વિદેહ દશામાંજ શાશ્વત સ્થાન પામ્યા છે ચયાપચય ધર્મવાળું, સડન, પડન, વિધ્વંસન સ્વભાવવાળું અને અશુચિ પદાર્થથી ભરેલું આ શરીર. શાશ્વત કેમ રહી શકે ? તે આ મિથ્યાત્વથી મોહિત બુદ્ધિવાળા રાજાને ખબર ન પડી.
યોગીએ કહ્યું, રાજા ? આ શરીરમાંથી બાર આંગુળ પ્રમાણે પવન બહાર નીકળે છે, અને દશ આંગુળ અંદર પેસે છે. તેને વિપરીત કરવામાં આવે તે કાળને વાંચી શકાય છે, રાજાને તેના વચન પર વિશ્વાસ બેઠે, તે વિચારવા લાગ્યો. જરૂર આ પ્રયોગથી કાળ વંચી શકાશે. આ શરીરમાં કાયમ રહીશું અને ઇચ્છાનુસાર વિષપભેગ કરીશું.
જેનાં નેત્રે અજ્ઞાનતિમિરથી ઢંકાયેલાં છે, જીવહિંસાદિ પાપના રસ્તાઓ જેને ખુલ્લા છે. જેઓ પરલોકથી પરાડ મુખ થયા છે. તેઓ આ દેહમાં તો કાયમ જ રહી શકે, પણ પરલોકમાં (પવિત્ર આચરણથી મેળવી શકાતી) ઉત્તમ ગતિને પણ ન જ પામી શકે.
વિશ્વાસુ રાજા તેના કહ્યા મુજબ ચાલવા લાગ્યો. અવસર દેખી રાજાને મદિરામાં તીવ્ર ઝેર આપી. તે પાપી પેગી કોઈ સ્થળે નાસી ગયો. ઉગ્રવિષના આવેશથી રાજાની ચેતના થોડા વખતમાં જ નષ્ટપ્રાય થઈ. રાજ્યમાં હાહાકાર વર્તાઈ રહ્યો. પ્રધ'નાદિ રાજમંડળે વિષ વાળવા માટે પ્રતીતિવાળ અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. બનતા પ્રયત્ન તેઓએ વિષવાળનના પ્રયોગ ચલાવ્યા પણ તે સર્વ પ્રયોગ વિરાગી પુરૂષો પર તરૂણીઓના કટાક્ષની માફક નિષ્ફળ નિવડયા. પ્રધાને નિરાશ થયા, નગરના લે કે ખેદ પામ્યા. અંતેઉરમાં આક્રંદના શબ્દ ઉછળવા લાગ્યા. રાજાને મરણ પામ્યો જાણી. તેના શબને શિબિકામાં મૂકી સ્મશાનમાં લાવ્યા.
ચંદનના ઈધનેની ચિંતા રચી. રાજાના શરીરને તેમાં મૂકવામાં
૨૦.