________________
(૨૫)
ઈત્યાદિ તેનાં દુને યાદ કરી, રૂદન કરતી અને સુરતી પુત્રવિયોગી માતા, નવા જળધરની માફક આંસુનાં પાણીથી પૃથ્વીતીને. સીંચતી હતી. જેમાં વરસાદને અંતે ઘરે ઉપર નીલી છાયા(સેવાલ) આવી જાય છે તેમ રૂદન કરતી માતાની આંખે નીલી (ઝાંખ) આવી ગઈ.
ભરતરાજા જ્યારે મારૂવાજીને નમસ્કાર કરવા આવતો હતો ત્યારે હાથથી તેને સ્પર્શી, તેઓ તેને એlભે આપી કહેતા હતા કેબેટા ! તું તો દૈવિક વૈભવવાળા રાજ્યનો ઉપભેગ કરે છે પણ જરા આ તરફ નજર તે કર. આ મારો પુત્ર રીષભ કેટલું દુઃખ સહન કરે છે. ? મારો પુત્ર છે એટલે મને તે મમતા આવે, પણ તારે, તો જન્મદાતા છે, એટલે પિતાના ઋણમાંથી મુક્ત થવું એ ખરે
દુ:પ્રતિકાર છે; છતાં તું આટલે બધે નિશ્ચિત કેમ દેખાય છે ? અલ્પ યાને તુચ્છ રાજ્યવૈભવમાં તું મેહિત કેમ થઈ રહ્યો છે ? શૈલેકય બંધવ તુલ્ય તારા પિતાની તું ખબર કેમ લેતો નથી ?
ઇત્યાદિ પિતામહી (બાપની માતા) તરફના ઓળંભા સાંભળી ભરત રાજાએ નમ્રતાથી કહ્યું. માતાજી ! આપ જે કહે છે તે સત્ય છે, પણ આ બાબતને પરમાર્થ આ૫ શ્રાવણ કરશો ?
માતાજીએ કહ્યું. તું શું કહેવા માંગે છે તે બેલ. - ભરતે કહ્યું. મારા પિતાશ્રી પાસે જે ઋદ્ધિ અને સુખ છે તેવી
ઋદ્ધિ કે સુખ બીજા કેઈ પાસે નથી. મારા પિતાશ્રી પાસે ત્રણ રત્નો છે (જ્ઞાન, દર્શન, ચારિત્ર.) એક એક રત્ન એવાં તો અમૂલ્ય છે કે આ લેકનું સુખ ઇચ્છનાર યાને પિલિક સુખની ઇચ્છા રાખનાર દુનિયાના છો આગળ તેની કીમત થઈ શકે તેમ નથી.
માતુશ્રી ! રાજરાજેશ્વર કે ઈદ્ર પ્રમુખને પણ તે સુખ નથી કે જે સુખ, આ દુનિયામાં રહેલા રાગદ્વેષ વિનાના મુનિઓ-મહાત્માઓ અનુભવે છે. આ ઉત્તમ સુખ મારા પિતાશ્રી પાસે છે. માજી ! ખેદ નહિં કરે. મારા પિતાશ્રીના સુખની પરાકાષ્ટાને સુર્ય જયારે પૂર્ણ