________________
(ર૯૮)
પરમગુરૂ અને પરમ તત્વ છે. હા! હા! મારી કેટલી બધી અજ્ઞાનતા ! આવા મહાપ્રભુ અશરણ-શરણ્યને હું આજપર્યત ન ઓળખી શકી. પામર ની માફક કેવળ મેં તેમના ઉપર પુત્ર જે જ પ્રેમ કર્યો. આર્તધ્યાન કરી કર્મ બંધન જ કર્યા. આવા મહાન પ્રભુ ઉપર તારકબુદ્ધિનો જ પ્રેમ લેવો જોઈએ. અહા ! તે પ્રભુ શું કહે છે? “મમત્વ દોષથી જ જીવ મેહનીય કર્મ બંધન કરી અપાર સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે” બરાબર તે વાક્ય મને જ લાગુ પડે છે. મમત્વ ભાવથી મેં મહાન મોહનીય કર્મ બાંધ્યું છે. હવેથી તે પ્રભુ ઉપર પુત્રનાગ નહિં પણ તાર્યો તારકભાવ રાખવે યોગ્ય છે.
વળી તેઓ કહે છે. “સમ્યકત્વ સહિત જે જીવ, સર્વ પદાર્થ ઉપરથી મમત્વ ભાવને ત્યાગ કરે તે અંતમુહૂર્તમાં ભવપાશથી મુકાય છે” મારે પણ સંસાર કે કર્મબંધનથી મુકાવું છે, તો પ્રથમ સમ્યક્ત્વ આદરવું જોઈએ. સમ્યક્ત્વ એટલે શ્રાદ્ધાન, કેના ઉપર શ્રદ્ધાન? તે મહાપ્રભુનાં વચન ઉપર. તેનાં વચનો ઉપર તે મને ધ્યાન છે જ, તે જે કહે છે તે સત્ય જ છે. વ્યવહાર માર્ગમાં પણ તેણે લોકોને સુખી કર્યા છે અને પરમાર્થ માર્ગથી તાવિક રીતે જીવને સુખી કરવા નિમિત્તે તેમણે આ ઘોર કષ્ટ આદર્યું હતું. તેઓ પૂર્ણ જ્ઞાની થયા છે..' એટલે આંતર કરણાથી સુખ કરવા નિમિત્તે સર્વ જીવોને તે તાત્વિક ઉપદેશ આપે છે, તો તેવા પરમ ઉપગારી મહાપુરુષનું વચન અસત્ય કે અનાદરણીય કેમ હોય? નજ હેય.
આ પ્રમાણે વિચારદષ્ટિથી મારૂદેવાજીએ પુત્રહને બદલાવી, સાચે ધર્મ સ્નેહ યાને તારક સ્નેહ તે પ્રભુ ઉપર કર્યો. તેમના વચન. ઉપર ખરા અંતઃકરણથી પરમાથી દષ્ટિનું શ્રદ્ધાન ચોટયું. તેઓ કહે છે તે સત્ય જ છે કે, જો મમત્વ ભાવથી જ મોહનીય કર્મ બાંધે છે. અને પછી સંસારપરિભ્રમણ કરે છે એ વચનનું સ્પર્શ જ્ઞાનથી તાત્વિક ભાન થયું.
હવે તેઓ બીજા વાક્યને વિચાર કરવા લાગ્યાં કે, “સર્વ